પાકિસ્તાનથી ઝામ્બિયા સુધી ‘ગુલામ’, ચીનના ચક્રવ્યૂહમાં ફસાયા દુનિયાના આ દેશ

 

નવી દિલ્હીઃ સમગ્ર દુનિયા તાજેતરમાં કોરોનાનો સામનો કરી રહી છે. દુનિયા જાણે છે કે ચીનના વુહાનથી ફેલાયેલો આ વાઇરસ કઈ રીતે મહામારીનું રૂપ લઈ ચુક્યો છે. પરંતુ આજે અમે વાત ચીનના કોરોના વાઇરસની નહિ પરંતુ તેના કબજામાં દેવાની નીતિ વિશે વાત કરીશું. ચીન તેના દેવા નીતિથી દુનિયાને ગુલામ બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ દ્વારા ચીન ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નામે પહેલા નાના દેશને લોન આપે છે. તેને તેનો દેવાદાર બનાવે છે અને પછીથી તેની સંપત્તિનો કબજો લે છે.

કોરોના સમયગાળા દરમિયાન, વિશ્વના ઘણા દેશો ચીનના દેવાને કારણે ગુલામી તરફ આગળ વધી રહ્યા છે. અમેરિકા, જર્મનીની ઘણી સંશોધન સંસ્થાઓએ ચીનની આ વ્યૂહરચના વિશે મોટો ખુલાસો કર્યો છે. સૌ પ્રથમ આ અહેવાલોમાં શું છે તે સમજો

જર્મનીની કીલ યુનિવર્સિટીના એક અહેવાલ મુજબ, ૨૦૦૦થી ૨૦૧૮ની વચ્ચે દેશો પર ચીનનું દેવું ૫૦૦ અબજ ડોલરથી વધીને પાંચ ટ્રિલિયન ડોલર થયું છે. આજના હિસાબથી પાંચ ટ્રિલિયન ડોલર ૩૭૫ લાખ કરોડ રૂપિયા થયા છે.

અમેરિકાના હાર્વર્ડ બિઝનેસ રિવ્યુના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, ચીનની સરકાર અને તેની કંપનીઓએ ૧૫૦થી વધુ દેશોને ૧.૫ ટ્રિલિયન ડોલર એટલે કે ૧૧૨ લાખ ૫૦ હજાર કરોડ રૂપિયાની લોન આપી છે. આ સમયે, ચીન વિશ્વનું સૌથી મોટું શાહુકાર છે. આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ અને વિશ્વ બેંકે પણ આટલી લોન આપી નથી. બંનેએ ૨૦૦ અબજ ડોલર એટલે કે ૧૫ લાખ કરોડ રૂપિયાની લોન આપી છે.

આ ચીનની નવી કૂટનીતિ છે. તેના દ્વારા ચીન પહેલા નાના દેશોને ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નામે લોન આપે છે. તેને તેનો દેવાદાર બનાવે છે અને પછીથી તેની સંપત્તિનો કબજો કરે છે. ચીન વિશ્વના દેશોને દેવાની જાળમાં ફસાવી રહ્યું છે. બીજા શબ્દોમાં કહીએ તો, વિશ્વના જીડીપીના ૬ ટકા જેટલી લોન ચીને અન્ય દેશોને આપી છે.

૨૦૦૫માં ચીને ૫૦થી વધુ દેશોને તેમના જીડીપીમાં ૧ ટકા અથવા તેનાથી ઓછું ધિરાણ આપ્યું હતું, પરંતુ ૨૦૧૭ના અંત સુધીમાં ચીને તેમના જીડીપીના ૧૫ ટકા કરતા વધુ ધિરાણ આપવાનું શરૂ કર્યું. જેમ કે જિબુતી, ટોંગા, માલદીવ, કોંગો, કિર્ગીઝસ્તાન, કંબોડિયા, નાઇજર, લાઓસ, ઝામ્બિયા અને મંગોલિયા જેવા ડઝન દેશોને ચીને તેના જીડીપીના ૨૦ ટકાથી વધારે લોન આપી છે. જેમાં પાકિસ્તાન, નેપાળ, શ્રીલંકા અને ઘણા આફ્રિકન દેશો સામેલ છે.

લોન આપવામાં ચીનનો પ્રથમ પસંદગીનો આફ્રિકન દેશ છે. કારણ એ છે કે મોટાભાગના આફ્રિકન દેશો ગરીબ અને નાના છે. ઓક્ટોબર ૨૦૧૮ના એક અહેવાલ મુજબ, આફ્રિકન દેશોએ તાજેતરના વર્ષોમાં ચીન પાસેથી વધુ લોન લીધી છે.

૨૦૧૦માં આફ્રિકન દેશો પરનું ચીનનું દેવું લગભગ ૧૦ અબજ ડોલર એટલે કે લગભગ ૭૫ હજાર કરોડ રૂપિયા હતું, જે ૨૦૧૬માં વધીને ૩૦ અબજ ડોલર અથવા ૨.૨૫ લાખ કરોડ રૂપિયા થયું હતું. આફ્રિકન દેશ જિબુતી પર સૌથી વધુ ચીનનું દેવું છે. જિબુતી પર તેના જીડીપીના ૮૦ ટકાથી વધુનું વિદેશી દેવું છે. જિબુતીના દેવામાં ૭૭ ટકા ભાગ ચીનનો છે.

આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ અને વર્લ્ડ બેંકે ઘણી વખત વિશ્વની સરકારોને લોનની શરતો અંગે વધુ પારદર્શિતા રાખવા જણાવ્યું છે, કારણ કે તે સ્પષ્ટ થઈ ગયું છે કે લોન ચુકવણી નહિ કરવાની સ્થિતિમાં ચીન ધિરાણ આપનારા દેશો પર દબાણ કરી અનેક કરાર માટે મજબૂર કરી રહ્યું છે.