પાંચ રાફેલ વિમાન ગુરુવારે હવાઈ દળમાં સામેલ કરવામાં આવ્યા

 

નવી દિલ્હીઃ પાંચ રાફેલ લડાકુ વિમાનને ગુરુવારે ભારતીય હવાઈ દળમાં ઔપચારીક રીતે સામેલ કરવામાં આવ્યા છે, આ માટે અંબાલા એરબેઝ પર એક સમારંભ યોજવામાં આવ્યો હતો જેમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, ફ્રાન્સના તેમના સમકક્ષ ફ્લોરેન્સ પાર્લી અને ભારતીય સેનાના ટોચના અધિકારીઓ હાજર રહ્યા હતા એમ અધિકારીઓે કહ્યું હતું. ૨૯ જુલાઈના રોજ રાફેલના પાંચ વિમાન ભારત પહોંચ્યા હતા, આશરે ૪ વર્ષ પહેલા ભારતે  ૫૯,૦૦૦ કરોડ કિંમત પર ૩૬ વિમાન ખરીદવા માટે ફ્રાન્સ સાથે કરાર કર્યો હતો.

આ લડાકુ વિમાનો જેને ફ્રાન્સની પ્રમુખ એરોસ્પેસ કંપની દસો એવિએશને બનાવ્યા છે તે હજી સુધી હવાઈ દળમાં ઔપચારીક રીતે લેવાયા નથી. ભારતને ૧૦ રાફેલ વિમાન સોંપવામાં આવ્યા છે જે પૈકી પાંચ ફ્રાન્સમાં જ છે જેમાં ભારતીય હવાઈ દળના પાયલટોને પ્રશિક્ષણ આપવામાં આવશે. ૨૦૨૧ સુધી ભારતને ૩૬ રાફેલ વિમાન મળી જશે.