પાંચ રાજ્યોમાં ચૂંટણી રણ- સંગ્રામ : દરેક રાજ્યમાં મતદારો ઉત્સાહભેર મતદાન કરી રહ્યા છે…

 

    દેશના ચાર રાજ્યો- પ. બંગાળ, તામિલનાડુ, આસામ, કેરળ અને કેન્દ્રશાસિત પ્રદેશ પોડિંચેરીમાં વિધાનસભાની ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. આસામ, પોંડિચેરી, કેરળ અને તામિલનાડુમાં આજે મતદાન સંપન્ન થશે, પરંત પશ્ચિમ બંગાળમાં આજે મતદાનનો ત્રીજો તબક્કો પૂર્ણ થશે, ત્યારબાદ હજી પાંચ તબક્કાઓ બાકી રહેશે. પ.બંગાળમાં હિંસાની ઘટનાઓના માહોલમાં પણ લોકો ઝડપથી  તેમજ ઉત્સાહભેર મતદાન કરી રહ્યા છે. રાજયની જનતાના મનમાં પ.બંગાળ રાજ્યમાં કશુંક નવું પરિવર્તન લાવવાની ઈચ્છા છે. જેણે મુખ્યપ્રધાન  મમતા બેનરજી અને તૃણમૂલ કોંગ્રેસની ગેર- રીતિઓ અને અવ્યવસ્થાથી પ્રજા કંટાળી ગઈ છે. મમતા બેનરજીએ પોતાના વ્યક્તિગત અહમને કારણે રાજ્યમાં કેન્દ્રની લોક- હિતની યોજનાઓ લાગુ કરવા દીધી નથી. મમતા બેનરજીનું શાસન પ્રજાના વિકાસ માટે  કે તેમની સુરક્ષા અને સલામતી માટે કશું જ કરી શકતું નથી. આજે – 6 એપ્રિલે પ.બંગાળમાં 31 બેઠકો માટે મતદાન થયું થયું છે. કેરળની 140 બેઠક, તામિલનાડુની 234 બેઠક અને પોંડિચેરીની 30 બેઠક પર મતદાન પૂરં થયું. આ રાજ્યોમાં મતદાન સંપન્ન થયું છે. મતગણતરી 2મેના કરવામાં આવશે. વડાપ્રદાન નરેન્દ્ર મોદીએ લોકોને મતદાન કરવા માટે અપીલ કરતું ટવીટ કરતાં કહ્યું હતું કે., હું ઉપરોક્ત રાજ્યોના લોકોને અને ખાસ કરીને યુવા મતદાતાઓને અપીલ કરું છું કે, તેઓ મોટા પ્રમાણમાં વોટિંગ કરે.