પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામો આપી રહયા છે સ્પષ્ટ સંકેત — કોંગ્રેસ માટે અચ્છે દિન આ રહે હૈ.. ભાજપના વળતા પાણી ..તીન લબ્ઝોં કી હૈ યે કહાનીૃ ચુનાવ ,. મતદાતા કહ રહે હૈ , કોંગ્રેસ આઓ, ભાજપ જાઓ…

0
685
REUTERS

 

REUTERS

લોકસભાની ચૂંટણી પહેલાં જેને સેમી ફાયનલ ગણવામાં આવે છે એ વિધાનસભાની ચૂંટણીના આવેલા પરિણામોથી એક વાત તો દીવા જેવી સ્પષ્ટ  થઈ છે કે, કોંગ્રેસની છાપ અને વર્ચસ્વ ભારતમાં વધી રહ્યું છે. એક પીઢ રાજકીય પક્ષ તરીકે એણે મેળવેલું માન અને આદર એને પુનઃ ગુમાવેલી પ્રતિષ્ઠા અને મોભો પાછો અપાવી શકશે. ભાજપે કોંગ્રેસમુક્ત ભારતનું સપનું જોયું હતું , જે છિન્ન- વિચ્છિન્ન થઈ ગયું છે. કોંગ્રેસે  રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપ પાસેથી સત્તા આંચકી લીધી છે. જયારે મધ્યપ્રદેશમાં કોંગ્રેસે ભાજપને બરાબરીની ટક્કર આપી છે. તેલંગણા માં ટીઆરએસે જબરો સપાટો બાલાવી દીધો છે. , જયારે મિઝોરમમાં એમએનએફનો વિજયવાવટો ફરકી રહ્યો છે.

મધ્યપ્રદેશઃ મધ્યપ્રદેશમાં વિધાનસભાની કુલ 230 બેઠકો છે. જેમાં સરકાર રચવા અને બહુમતી માટે 116 બેઠકો હોવી   જરૂરી છે. અહીં ભાજપને 110 , કોંગ્રેસને 113 અને બહુજન સમાજવાદી પાર્ટીને 2 તેમજ અન્યને પાંચ બેઠકો પ્રાપ્ત થઈ હતી. અહીં ત્રિશંકુ વિધાનવસભાના એંધાણ વરતાઈ રહ્યા છે.

રાજસ્થાનઃ રાજસ્થાનમાં પણ પરિવર્તનનો પવન એવો જોરથી ફુંકાયો કે ભાજપનું નામ , કામ અને મોભો- બધું જ જમીનદોસ્ત થઈ ગયું.અહીં તો ભાજપના સૂપડાં સાફ થઈ ગયાં છે. રાજસ્થાન વિધાનસભાની કુલ 199 બેઠકોમાંથી કોંગ્રેસને101 અને  ભાજપને 74 બેઠકો મળી હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું. રાજસ્થાનમાં તો આ વિધાનસભાની ચૂંટણીના પરિણામોએ સાબિત કરી જ દીધું કે હવે ભાજપ ના હાથમાંથી સત્તા ગઈ…

છત્તીસગઢ : આ રાજ્યમાં વિધાનસભાની કુલ 90 બેઠકો છે. જેમાં કોંગ્રેસને 68, ભાજપને 15 બેઠકો મળી છે. સરકાર રચવા માટે 46 બેઠકો જોઈએ. આથી કોંગ્રેસ છત્તીસગઢમાં દબદબા સાથે સત્તાના સૂત્રો સંભાળશે.

તેલંગણા  વિધાનસભાની કુલ 119 બેઠકો છે. જેમાં બધી બેઠકોના પરિણામો જાહેર થઈ ગયા છે. ટીઆરએસે 95 બેઠકો જીતીને વિક્રમ સર્જ્યો હતો. તેલુગુ દેશમ અને કોંગ્રેસની યુતિને માત્ર 21 બેઠકો મળી હતી.

મિઝોરમઃ આ રાજ્યમાં વિધાનસભાની 40 બેઠકો છે. જેમાં એમએનએફને 26, કોંગ્રેસને 5 અને ભાજપને માત્ર 1 બેઠક મળી હતી. પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામોએ દર્શાવી આપ્યું છેકે જનતાનું મન અને મિજાજ શું ચાહે છે..ભાજપ માટે આ આત્મમંથનની ઘડીઓ છે. પોતાની ભૂલમાંથી જે બોધપાઠ લે એને શાણી  વ્યક્તિ કહેવાય છે. બાકી    તેજીને ટકોરો ને ……