પાંચ રાજયોમાં વિધાન સભાની ચૂંટણીની થઈ રહેલી તૈયારીઓ …

 

 પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી નજીકના ભવિષ્યમાં યોજાવાની છે. જે માટેની તૈયારીનો અંતિમ તબક્કો ચાલી રહ્યો છે. ચૂંટણી કમિશને 24 ફેબ્રુઆરીના બુધવારે 11 વાગે ખાસ બેઠકનું આયોજન કર્યું છે. આ બેઠકમાં દેશના પાંચ રાજ્યો પશ્ચિમ બંગાલ, આસામ, કેરળ, પોંડિચેરી  તેમજ તામિલનાડુની વિધાનસભાની ચૂંટણીનું માળખું નક્કી લેવામાં આવશે. બેઠકમાં ચૂંટણીની તારીખો અંગે નિર્ણય લેવાઈ જાય  તેવી સંભાવના છે. બેઠક પત્યા બાદ થોડાક દિવસમાં જ પાંચે રાજ્યોમાં યોજાનારી ચૂંટણીની વિગતવાર તારીખો અને રૂપરેખા જાહેર કરી દેવામાં આવશે.