
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રભાવશાળી વક્તા છે, એ વાત તો એમના વિરોધીઓ પણ માને છે. પોતાના વકતૃત્વથી ક્ષોતાઓને પ્રભાવિત કરવાનો કસબ મોદીજીને હસ્તગત છે..બુધવારે 8 મેના દિવસે જનસભાને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, કોંગ્રેસના સૌથી નામદાર પરિવારે દેશની આન-બાન અને શાન ગણાતા આઈએનએસ યુધ્ધૃજહાજ વિરાટનો પોતાની માલિકીની ટેકસીની જેમ ઉપયોગ કર્યો હતો. જયારે સદગત રાજીવ ગાંધી વડાપ્રધાન હતા ત્યારે તેમના શાસનકાળમાં તેમણે તેમના પરિવાર અને સાસરી પક્ષના સભ્યો સાથે વેકેશન માણવા માટે વિરાટનો ઉપયોગ કર્યો હતો. આમ કરીને તેમણે ભારતની અસ્મિતાનું અપમાન કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, કોંગ્રસેપક્ષે અને નામદારે ( રાહુલ ગાંધીએ) મને ગાળો બોલવામાં કશું બાકી રાખ્યું નથી. આજે તે પોકારી પોકારીને કહે છે કે, લશ્કર એ કોઈની પોતાની મિલ્કત નથી. પણ હું તમને પૂછું છું કે, દેશની સુરક્ષા કરનારાઓને પોતાની અંગત માલિકીની જાગીર કોણ સંમજે છે??શું તમે કદી સાંભળ્યું છે કે દેશના યુધ્ધવાહક જહાજનો ઉપયોગ પોતાના પરિવાર સાથે વેકેશન મનાવવા માટે કરવામાં આવે ?? પણ, એવી ઘટના આપણા દેશમાંજ બની હતી. દેશની સામુદ્રી સીમા પર સુરક્ષા માટે રખાયેલા જહાજ વિરાટમાં પોતાનો પરિવાર અને શ્વશુર પક્ષના સભ્યોને લઈને ત્તકાલીન વડાપ્રધાન રાજીવ ગાંધી 10 દિવસનું વેકેશન ગાળવા ગયા હતા. આઈએનએસ વિરાટમાં પોતાનો પારિવારિક કાફલો લઈને તેઓ એક ખાસ ટાપુ પર 10 દિવસ સુધી રોકાયા હતા. તેમના પરિવારના સભ્યાે સાથે તેમના સાસરી પક્ષના સભ્યો પણ સામેલ હતા. તેઓ પરિવાર સાથે જે ટાપુ પર રોકાયા હતા, તે બધી સગવડ ગોઠવવાનું કાર્ય પણ સેનાના જવાનોએ કર્યું હતું. એક ખાસ હેલિકોપ્ટર પણ એમની સેવામાં હાજર રાખવામાં આવ્યું હતું. પ્રશાસન દ્વારા તેમના મનોરંજનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. જયારે પોતાને પરિવાર જ સર્વોચ્ચ બની જાય ત્યારે દેશની આમ જનતાના હિતનો વિચાર કોઈને આવતો નથી. દેશની સુરક્ષા જોખમમાં આવી જાય છે.
વડાપ્રધાને વધુમાં કહ્યું હતું કે, આપણો દેશ આઝાદ થયો ત્યાર બાદ દેશની જનતાએ ચાર પ્રકારના રાજનૈતિક કલ્ચર જોયાં છે. પહેલું નામપંથી, તેમનું વિઝન હતું પોતાનો વંશ અને પારિવારિક વિરાસત. બીજું કલ્ચર વામપંથી હતું, જેઓ માટે રાોજી- રોટી મેળવવાનો એક વિકલ્પ હતો વિદેશી વિચાર અને વિદેશી વ્યહવાર- આચાર વિચાર . ત્રીજું કલ્ચર હતું દમનપંથી- જેમાં ગુંડાગિરી એજ લોકતંત્રની પરિભાષા ગણવામાં આવે છે. પરંતુ આશ્ચર્યની વાત તો એ છેકે દિલ્હીમાં એક પાંચમું રાજકીય કલ્ચર છે.આ મોડલનું નામ છે. નાકામ – નિષ્ફળતાનું કલ્ચર. આ નાકામ કલ્ચરે અરાજકતા ફેલાવી , એ સાથે લોકોનો વિશ્વાસઘાત પણ કર્યો આમ જનતાની છબીને આ લોકોએ બદનામ કરી નાખી છે. કરોડો લોકોના સપના અને અરમાનોના આ લોકોએ ચૂરેચૂરા કરી નાખ્યા. આ લોકો આવ્યા હતા દેશની તાસીર બદલવા, પણ તેમની જ તાસીર બદલાઈ ગઈ.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, કોંગ્રસના લોકોએ મારું અનેકવાર અપમાન કર્યું છે. મને અપશબ્દો કહ્યા છે.
વડાપ્રધાને જણાવ્યું હતું કે, કોંગ્રેસ પરિવારની ચોથી પેઢી હાલ આપણે જોઈ રહ્યા છીએ. વંશવાદી રાજકારણની પ્રવૃત્તિ માત્ર ગાંધી- નહેરુ પરિવાર સુધી જ સીમિત નથી રહી. પણ એ ખૂબ ફેલાઈ ગઈ છે. દિલ્હીમાં દીક્ષિત વંશ, હરિયાણામાં હુડા વંશ, ત્યારબાદ ભજનલાલ, બંસીલાલનો વંશવાદ પંજાબમાં ડેરા ચીફ, રાજસ્થાનમાં ગેહલોટ- પાયલોટ પરિવાર , મધ્યપ્રદેશમાં સિંધિયા પરિવાર, કમલનાથ પરિવાર , દિગ્વિજય સિંહ પરિવાર – બધેજ વંશવાદનું કલ્ચર પ્રચલિત છે. કોંગ્રેસમાં વંશવાદ સર્વત્ર છે. આ વંશવાદની વિકૃતિ માત્ર કોંગ્રેસમાં જ છે, એવું નથી, અન્ય વિરોધ પક્ષોમાં પણ એજ વિકૃતિ છે. મહામિલાવટી રાજકીય દળોમાં પણ એ છે. જમ્મુ- કાશ્મીરમાં અબદુલ્લા- મુફ્તી વંશ, યુપીમાં મુલાયમ સિંહ યાદવ, બિહારમાં લાલપ્રસાદ યાદવના નામ પર પાર્ટીઓ ચલાવવામાં આવે છે. મહારાષ્ટ્રમાં પવાર, તામિલનાડુમાં કરુણા નિધિ, આંદ્રમાં નાયડુ આ બધા રાજનેતાઓએ વંશવાદનો ઝંડો ઉપાડ્યો છે. જે રાજકીય પક્ષોમાં આવી વિકૃતિઓ ભરેલી હોય તે લોકો 21મી સદીના નૂતન વિચારધારા ધરાવતા ભારતનું પ્રતિનિધિત્વ કેવી રીતે કરી શકે ???
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, મને કોંગ્રેસના લોકોએ રાવણ, હિટલર અને ભસ્માસુર કહ્યો છે.. મને દાઉદ ઈબ્રાહિમ જોડે સરખાવવામાં આવ્યો હતો. મને નીચ માણસ, સાપ, વિંછી , મોતનો સૌદાગર વગેરે અનેક પ્રકારના હીણ શબ્દોકહેવામાં આવ્યા હતા.