પાંચમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 21મી જૂનઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઢારખંડની રાજધાની રાંચીમાં યોગાભ્યાસ કરી જનતાને પ્રેરિત કરી…

0
853

પાંચમા ઈન્ટરનેશલ યોગ ડે નિમિતે વડાપ્રદાન નરેન્દ્ર મોદીએ રાંચીમાં યોગાભ્યાસ કર્યો હતો. નરેન્દ્ર મોદી નિયમિત યોગ કરે છે. યોગ એમની રોજની દિનચર્યામાં શામેલ છે. એમના અછાગ પ્રયાસોને કારણે જ યુનાઈટેડ નેશન્સ દ્વારા યોગાભ્યાસને માનવ જીવનમાં અતિ અનિવાર્ય ગણીને 21 જૂનને ઈન્ટરનેશનલ યોગા ડે જાહેર કરવામાં આવ્યો ઙતો. હાલમાં વિશ્વના મોટાભાગના દેશોમાં લોકો યોગાભ્યાસ કરી  રહ્યા છે. પોતાના રોજિંદા જીવન-કાર્યમંાં યોગને સ્થાન આપી રહ્યા છે. યોગ એ પાંચ હજારવર્ષ પુરાની ભારતીય સંસ્કૃતિ અને આચાર- રીતિનો એક મહત્વનો હિસ્સો છે.
  વડાપ્રદઆન નરેન્દ્ર મોદી છેલ્લા પાંચ વરસથી ભારતના જુદા જુદા રાજ્યના શહેરોમાં યોગાભ્યાસના કાર્યક્રમનું આયોજન કરપે છે. આ રીતે દેશવાસીઓને .યોાભ્યાસ માટે તેઓ પ્રેરિત કરતચા રહ્યા છે. યોગ એન તન- મનની તંદુરસ્તી અને માનસિક શાંતિ માટે આવશ્યક છે. આજના આધુનિક જીવનમાં  માનવી અનેક માનસિક ચિંતાઓથી, તાણ- ટેન્શનોથી ઘેરાયેલો રહે છે. આજનું આધુનિક જીવન મશીનની સાથે ચાલી રહ્યું છે. યંત્રવત જીવન જીવવાને કારણે જવનમાંથી આનંદ- ઉત્સાહ. ઉમંગ અને ચેતનાનો અભાવ વર્તાય છે. આ બધાથી છૂટવાનો અને તન-મનની તંદુરસ્તી સાથે આનંદભર્યું જીવન જીવવાનો સરળ માર્ગ  છે- નિયમિત યોગાભ્યાસ. દદરેક વ્યકિતએ પોતાના વ્યસ્ત જીવનમાંથી રોજ નિયમિત રીતે થોડો સમય કાઠીને યોગના આસનો કરવાં જોઈએ.. મનને પ્રફુલ્લિત રાખવું હોય ,રોગોથી,આધિ, વ્યાધિ અને ઉપાધિથી મુકત રહેવું હોય ચો દરેક વ્યક્તિએ યોગને જીવનમાં શ્થાન આપવું જ પડશે.
   વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાંછીમાં 40 મિનિટ સુધી યોગાભ્યાસ કર્યો હતો. તેમણે ઉપસ્થિત જનતાને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, યોગ અનુશાસન છે, સમર્પણ છે, યોગ રંગ,જાતિ, સંપ્રદાય, પંથ, અમીરી- ગરીભી, પ્રાંત કે સરગહદના ભેદભાવથી દૂર છે. એસહુ માટે છે. સહુનો છે. યોગ બધાનો વારસો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 21મી જૂનની સવારે રાંચીમાં 40,000 લોકો સાથે યોગફોર હાર્ટની થીમ પર યોગાભ્યાસ કર્યો હતો.