પહેલી સપ્ટેમ્બરથી કોલકતા-અમદાવાદ ફ્લાઈટ શરૂ થશે

 

અમદાવાદઃ અમદાવાદ, મુંબઇ, દિલ્હી અનેક શહોરેમાં કોરોનાના કેસો વધતા પશ્ચિમ બંગાળ સરકારે ચાર જૂલાઈથી કોલકતા એરપોર્ટથી આ શહેરો માટે ફ્લાઈટનું સંચાલન બંધ કર્યુ હતું. આ સમયમર્યાદા તબક્કાવાર લંબાવતા કોલકતા જતી આ ફ્લાઈટો ૩૧ ઓકસ્ટ સુધી બંધ રખાઈ છે. ફ્લાઈટો શરૂ કરવા માટે અનેક સંસ્થાની સાથે રાજ્ય સરકારોએ પણ વિનંતી કરતા સરકારે ફ્લાઈટો સપ્તાહમાં ત્રણ દિવસ શરૂ કરવાની મંજૂરી આપી છે. જેને પગલે અમદાવાદ ઉપરાંત મુંબઇ, દિલ્હી, પૂણે, નાગપુર અને ચેન્નાઈથી કોલકતા જતી અને અવતી ફ્લાઈટ પહેલી સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવશે.