પહેલી જૂનથી અમદાવાદ-ભૂજ વચ્ચે ફ્લાઈટ શરૂ થશે

 

અમદાવાદઃ ગુજરાત સરકારે વિધાનસભાને માહિતી આપી હતી કે, રાજ્ય સરકારની વાયબિલિટી ગ્રાન્ટ ફંડિગ યોજના હેઠળ અમદાવાદ અને ભુજ વચ્ચેની એર કનેટિવિટી સર્વિસ ૧ જૂનથી શરૂ થાય તેવી શકયતા છે. વિધાનસભામાં એક પ્રશ્નના જવાબમાં, સરકારે લેખિતમાં જવાબ આપતા જણાવ્યું હતું કે, ૩૧ જાન્યુઆરી, ૨૦૨૨ સુધીમાં રાજ્ય સરકારની યોજના હેઠળ એર કનેક્ટિવિટી સ્થાપિત કરવામાં આવી છે. આ રૂટ રાજકોટ-પોરબંદર, અમદાવાદ-કંડલા, સુરત-અમદાવાદ, સુરત-રાજકોટ, સુરત-અમરેલી અને સુરત-ભાવનગરનો સમાવેશ થાય છે. રાજ્યના નાગરિક ઉડ્ડયન મંત્રીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારની યોજના હેઠળ બે રૂટ શરૂ કરવામાં આવ્યા છે. તે અમદાવાદ-પોરબંદર અને અમદાવાદ-કંડલા છે.