પહેલીવાર ધોરણ ૧૦ ના પરિણામમાં માસ પ્રમોશનને કારણે ૮.૫૭ લાખ વિદ્યાર્થીઓ પાસ

 

ગાંધીનગરઃ ગુજરાતમાં માસ પ્રમોશનની જાહેરાત બાદ આખરે મંગળવારે ધોરણ ૧૦નું પરિણામ જાહેર કરાયુ છે. બોર્ડના ઈતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે કે, ૮,૫૭,૨૦૪ વિદ્યાર્થીઓ પાસ થયા છે. મંગળવારે રાત્રે ૮ વાગ્યે બોર્ડની વેબસાઈટ પર પરિણામ મૂકાયું હતું. જેને માત્ર શાળાઓ જ જોઈ શકે તે રીતે આયોજન કરાયુ હતું. હાલ વિદ્યાર્થીઓ આ પરિણામને જોઈ શકે તેમ નથી, માત્ર શાળા માટે જ આ પરિણામ છે. ધોરણ ૧૦ના પરિણામમાં આ વર્ષે ખ્૧ ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યામા વધારો થયો છે.

ધો. ૧૦નું પ્રથમ સત્ર પરીક્ષા અને એકમ કસોટીના આધારે કુલ માર્કસની ગણતરી કરીને સ્કૂલોએ તૈયાર કર્યુ છે. ધોરણ ૧૦નું પરિણામ આગળની ત્રણ પરીક્ષાનાં રિઝલ્ટ પરથી તૈયાર કર્યું છે. ખાસ વાત તો એ છે કે, આ વર્ષે માસ પ્રમોશનને લીધે એક પણ વિદ્યાર્થી નાપાસ ન કરવાનો હોવાથી ડી સુધીના જ ગ્રેડ જાહેર કરવામા આવ્યા છે. તમામ સ્કૂલ બોર્ડની વેબસાઇટ ઞ્લ્ચ્ગ્.બ્ય્ઞ્ પર જઈને પરિણામ જોઈ શકશે. બુધવાર સવારથી જ વિદ્યાર્થીઓને ટેમ્પરરી માર્ક્સશીટ આપવાની શરુઆત કરી દેવાઈ છે. ત્યારે આજે મળેલા પરિણામથી વિદ્યાર્થીઓ અને વાલીઓ નારાજ થયા છે. અગાઉ માસ પ્રમોશનને કારણે પણ વિદ્યાર્થીઓમાં નારાજગી વ્યાપી હતી. ત્યારે પણ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા ઈચ્છતા હતા, પરંતુ માર્ક્સશીટ મેળવ્યા બાદ વિદ્યાર્થીઓનું કહેવું છે કે પરીક્ષા આપી હોત તો પરિણામ વધુ સારું આવ્યું હોત.