પહેલા રાઉન્ડના મતદાનમાં ભારતીય મૂળના ઋષિ સુનક ૮૮ વોટો સાથે ટોપ પર

 

બ્રિટન: બ્રિટનના પ્રધાનમંત્રી પદની રેસમાં પહેલાં રાઉન્ડના મતદાન બાદ ભારતીય મૂળના ઋષિ સુનક ૮૮ વોટો સાથે ટોપ પર છે. અત્યારે સુનક ઉપરાંત વધુ પાંચ દાવેદાન પ્રધાનમંત્રીની રેસમાં છે. બ્રિટનના નવા પ્રધાનમંત્રી સત્તારૂઢ કંજર્વેટિવ પાર્ટીના નેતાના રૂપમાં વર્તમાન પ્રધાનમંત્રી બોરિસ જોનસનનું સ્થાન લેશે. બ્લૂમબર્ગના રિપોર્ટના અનુસાર સુનક ઉપરાંત આ યાદીમાં વિદેશ મંત્રી લિઝ ટ્રસ, વાણિજ્ય મંત્રી પેની મોર્ડેંટ, પૂર્વ કેબિનેટ મંત્રી કેમી બાદેનોક, સાંસદ ટોમ તુગેંદત અને બ્રિટિશ કેબિનેટમાં એટોર્ની જનરલ સુએલા બ્રેવરમેન સામેલ છે. પેનીને ૬૭, લિઝને ૫૦, કેમીને ૪૦, ટોમ તુગેંદતને ૩૭ અને સુએલા બ્રેવરમેનને ૩૨ વોટ મળ્યા છે. શરૂઆતી છટણી બાદ બચેલા આઠ ઉમેદવારો વચ્ચે પહેલા તબક્કાના મતદાનમાં મુકાબલો થયો. નવા નાણાંકીય મંત્રી નાધિમ જહાવીને ૨૫ જ્યારે જેરેમી હંટને માત્ર ૧૮ વોટ મળ્યા. એવામાં બંને પ્રધાનમંત્રીની રેસમાંથી બહાર થઇ ગયા. બીજા તબક્કા માટે ઓછામાં ઓછા ૩૦ સાંસદોનું સમર્થન પ્રાપ્ત કરવાનું હોય છે. સુનકને ૮૮ સાંસદોને મતદાન કર્યું છે.