પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીના પક્ષ તૃણ મૂળ કોંગ્રેસના ચૂંટણી પ્રચાર માટે ખાસ બાગ્લાદેશથી અભિનેતા ફિરદૌસને બોલાવવામાં આવ્યો હતો.

0
645

ભારતની ચૂંટણી પ્રક્રિયામાં કોઈ વિદેશી ભાગ લે એ આચાર- સંહિતાનું  અને ભારતીય બંધારણનું ઉલંઘન કહેવાય .બાંગલાદેશનો અભિનેતા ફિરદૌસ અહેમદ  ટીએમસીના ઉમેદવાર માટે જાહેરમાં પ્રચાર કરતો હતો. ચૂંટણી પ્રચારમાં કોઈ વિદેશી નાગરિકનું સામેલ થવું એ ચૂંટણીની આચાર સંહિતાનો ભંગ છે. ભાજપે પણ એવો દાવો કર્યો હતો કે, રાય ગંજમાં લધુમતીઓના માટે ટીએમસીએ બંગ્લાદેશી અભિનેતા પાસે પ્રચાર કરાવ્યો હતો, જે ચૂંટણીની આચાર- સંહિતાનો છડેચોક ભંગ કરે છે. ભારતના ગૃહ મંત્ર્યાલયે બાંગલાદેશી અભિનેતાને નોટિસ પાઠવીને ભારત છોડી જવાનું ફરમાન કર્યું હોવાનુ સત્તાવાર સમાચાર સૂત્રોએ જણાવ્યું હતું.