ભાજપ વર્સીસ ટીએમસી , અર્થાત્ મમતા બેનરજી વિરુધ્ધ વડાપ્રધાન નરેન્દ્ર મોદી. પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી સાત તબક્કામાં થવાની છે. ગુરુવારે 1 એપ્રિલે મતદાનનો બીજો તબક્કો પૂરો થયો છે. આ બીજા તબક્કામાં નોંધપાત્ર મતદાન થયું હતું. મતદાન 80 ટકાથી વધુ હોવાનું તારણ મળ્યું છે. ખાસ મત વિસ્તાર હતો – નંદિગ્રામ . જયાંથી તૃણ મૂલ કોંગ્રેસના અગ્રણી અને મુખ્યપ્રધાન મમતાજી ખુદ ચૂંટણી લડી રહ્યા છે, .એમની સામે પ્રતિસ્પર્ધી છે, એક સમંયે એમના ખાસ સાથીદાર રહેલા શુભેન્દુ અધિકારી. નંદિગ્રમ તો છેલ્લા એક મહિનાથી જાણે કુરુક્ષેત્રનું મેદાન બની ગયું હતું. ભાજપના તમામ નાના- મોટા નેતાઓ , ભાજપના પ્રથમ હરોળના પ્રધાનો અને પદાધિકારીઓે પ. બંગાળની ચૂંટણીમાં પોતાની તમામ શક્તિને કામે લગાડીને વિજય પ્રાપ્ત કરવા શક્ય હોય તે તમામ સામ, દામ , દંડ, ભેદનો ઉપયોગ કરી રહ્યા છે. ભાષણો, રેલી, પ્રદર્શનો, આરોપ, પ્રતિ આરોપ, ફરિયાદોનો દૌર ચાલી રહ્યો છે. પોતાના મત- વિસ્તાર નંદિગ્રામના પોલિંગ બુથની મુલાગકાતે ગયેલા મમતા બેનરજીએ ભાજપના કાર્યકરોની વિરુધ્ધ ગવર્નરને ફોન કરીને ફરિયાદ કરી હોવાનું પણ જાણવા મળ્યું હતું. મમતા બેનરજી નીવડેલા અને અનુભવી નેતા છે. ભાજપના ચૂંટણી ચક્રવ્યૂહને કેવી રીતે ભેદવો એની સૂઝ અને સમજણ એમની પાસે છે. હજી પરિણામ તો ચૂંટણીના બધા તબકકા પૂરાં થયાં બાદ, પાંચે રાજ્યોમાં ચૂંટણી પૂરી થયા પછી એકસાથે 2જી મેના મત ગણતરી શરૂ થશે. હજી એક મહિનો છે.એ દરમિયાન અનેક ઘટનાઓ બનવાની એંધાણી વરતાઈ રહી છે થવાની છે. નંદિગ્રામમાં સર્જાયેલું કુરુક્ષેત્ર- પ, બંગાળની ચૂંટણીના પરિણામો પશ્ચિમ બંગાળના કદ અને કક્ષાનો કયાસ કાઢી જ લેશે. ચૂંટણી પ્રચારના તેમજ ચૂંટણીના પરિણામો- મોદી સરકારના ભવિષ્યની દિશા પણ સૂચવી જશે.