પશ્ચિમ બંગાળમાં ચૂંટણીમાં ભાજપને ઘોર પરાજય મળ્યા બાદ હવે ઉત્તરપ્રદેશના અયોધ્યા, કાશી અને મથુરામાં પણ ભાજપનો ધબડકો …

.

       પશ્ચિમ બંગાળની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો પરાજય થયો અને સત્તાના સૂત્રો મમતા બેનરજીની તૃણમૂલ કોંગ્રસના હાથમાં ગયા. મમતાજી ત્રીજી વાર પશ્ચિમબંગાળના મુખ્ય પ્રધાન બની રહ્યા છે. વડાપ્રધાન મોદી, સ્ટાર પ્રચારકો અને સેલિબ્રિટીઝનો કાફલો જોરશોરથી ભાજપનો પ્રચાર કરતો હતો, પણ પરિણામ મળ્યું નહિ. હવે તાજેતરમાંં યુપીના અયોધ્યા, કાશી અને મથુરામાં જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પણ ભાજપે સાવ નબળો દેખાવ કર્યો હતો. યુપીના આ ત્રણે જિલ્લા મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથના એજન્ડામાં શામેલ હોવા છતાં અયોધ્યા, મથુરા અને કાશીમાં મળેલી હારથી ભાજપ સ્તબ્ધ થઈ ગયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંસદીય વિસ્તાર કાશી- વારાણસીમાં પણ હાલત ચિંતાજનક છે. એમએલસી ચૂંટણીમાં ભાજપને હારનો સામનો કરવો પડ્યો છે. અહીં જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપને માત્ર 8 સીટો મળી હતી, જયારે સમાજવાદી પાર્ટી 14 સીટો આંચકી લીધી હતી. પાંચ સીટો માયાવતીની બહુજન સમાજ પાર્ટીને મળી હતી. મથુરા જિલ્લામાં પણ ભાજપને હાર મળી હતી. મથુરા સંસદીય વિસ્તારની સાંસદ અભિનેત્રી હેમા માલિની છે.તેમણે પોતાના મત- વિસ્તારમાં લોકોપયોગી કામ કરવાની બિલકુલ પરવાહ કરી નથી, એની આ વાત સાબિતી પૂરે છે. મથુરામાં બહુજન સમાજ પાર્ટીએ બાજી મારી છે. બસપાના 12 ઉમેદવારો વિજયી નીવડ્યા હતા. વસપા બાદ આરએલડીને 9 સીટો પર વિજય મળ્યો હતો. અહીં ભાજપને કેવળ 8 બેઠકો જ મળી હતી. મથુરામાં કોંગ્રેસના તો હાલહવાલ થઈ ગયા હતા.  કોંગ્રસનો તો એક પણ બેઠક મળી નહોતી.