પશ્ચિમ બંગાળમાં ગુટકા, તમાકુ અને નિકોટીનવાળા પાન- મસાલાના ઉત્પાદન અને વેચાણ પર પ્રતિબંધ.

0
564

પશ્ચિમ બંગાળની મમતા બેનરજી સરકારે તેમના રાજ્યમાં તમાકુ, ગુટકા  તેમજ નિકોટિન ધરાવતા પાન- મસાલાઓના ઉત્પાદન તથા વેચાણ પર પ્રતિબંધ લાદી દીધો હોવાનું જાણવા મળ્યું હતું. ઉપરોકત વસ્તુઓ પર એક વર્ષ માટે સખત પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. એક વરસ દરમિયાન સમસ્ત રાજ્યમાં કોઈ પણ શહેર કે ગામમાં તમાકુ, ગુટકા , નિકોટિન ધરાવતા પાન- મસાલાઓનું ઉત્પાદન કે વેચાણ કરવામાં આવશે નહિ. સ્વાસ્થ્ય અએને પરિવાર- કલ્યાણ વિભાગ દ્વારા ઉપરોકત પ્રતિબંધ લદાયો હતો. બિહાર, ઉત્તરાખંડ તેમજ રાજસ્થાન વગેરે રાજ્યોમાં તમાકુ, નિકોટિન, મેગ્નેશિયમ કાર્બોનેટ અને મિનરસ ઓઈલવાળા પાન- મસાલા પર પહેલેથી જ પ્રતિબંધ મૂકાયો છે. વૈશ્વિક વયસ્ક તમાકુ ઉપયોગ સર્વેક્ષણ અનુસાર, પશ્ચિમ બંગાળમાં 20 ટકાથી વધુ લોકો ધુમાડા રહિત તમાકુનો ઉપયોગ કરે છે. જેમાં 82 ટકા પુરુશો અને 17 ટકા મહિલાઓનો સમાવેશ થાય છે.