પશ્ચિમ બંગાળની પંચાયતની ચૂંટણીઓમાં અનેક બેઠકો પર તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા ..

0
917
Reuters

પશ્ચિમ બંગાળમાં તાલુકા- જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં મમતા બેનરજીના રાજકીય પક્ષ તૃણમૂલ કોંગ્રેસે ભાજપને જબરદસ્ત પરાજય આપ્યો છે. પંચાયતની ચૂંટણીમાં અનેક બેઠકો પરથી તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવારો સામે ઊભા રહીને ચૂંટણી લડવાની ભાજપના નેતાઓ કે કાર્યકરો હિંમત પણ કરી શક્યા નથી. બીરપુર જિલ્લામાં જિલ્લા પંચાયતની 42 બેઠકોમાંથી 41 બેઠકો પર તૃણમૂલ કોંગ્રેસ બિનહરીફ ચૂંટાઈ આવી છે. ભાજપના પ્રવકતાના જણાવ્યા અનુસાર, ભાજપના ઉમેદવારોને ધમકાવવામાં આવ્યા હતા અને તેમને ઉમેદવારી ફોર્મ પણ ફરવા દેવામાં આવ્યા નહોતા. તૃણમૂળ કોંગ્રેસની જીત એ બોમ્બ અને બંદૂકોની દાદાગીરીનું પ્રતીક છે. ઉમેદવારોને ધમકી આપીને તેમને ઉમેદવારી કરતાં રોકવામાં આવે એ બાબત શું પુરવાર કરે છે?