પશ્ચિમ બંગાળની ચૂંટણી અગાઉ મુખ્યપ્રધાન મમતા બેનરજીની જાહેરાતઃ રાજ્યના લોકોને મફત રસી આપવામાં આવશે. …

 

    મમતા બેનરજીએ રાજ્યના લોકોને કોરોના વેકસીન મફત આપવાની જાહેરાત કરી હતી. મમતા બેનરજીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર લખ્યો છે. પત્રમાં તેમણે જણાવ્યું છેકે, રાજ્યમાં ચૂંટણી આવી રહી છે, આથી મતદાન કરવા લોકોએ આવવું અનિવાર્ય બન્યું છે. આવી પરિસ્થિતિમાં લોકોની સલામતી અને સુરક્ષા આપવી જરૂરી છે. કોરોનાની રસી રાજયના દરેક નાગરિકને મળે તેવી વ્યવસ્થા કરવી આવશ્યક છે. તમામ આરોગ્ય કર્મચારીઓ, પોલીસ કર્મીઓ, મ્યુનસિપલ કર્મચારીઓ અને મહેસૂલ અધિકારીઓ તેમજ ફ્રન્ટલાઈન કર્મચારીઓને રસી આપવામાં આવી રહી છે. રાજય સરકાર ટૂંક સમયમાં સામાન્ય લોકો સુધી પહોંચવા માગે છે. જો લોકોને કોરોના વેકસીન સમયસર ઉપલબ્ધ ન કરાવાય તો એની ચૂંટણી ઉપર માઠી અસર થઈ શકે છે.