પશ્ચિમ બંગાળના મુખ્ય મંત્રી મમતા બેનરજીએ રાજ્યમાં લોકોને રાહત આપતી કેટલીક યોજનાઓ જાહેર કરી..

 

     વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ  દેશના ગરીબોને આગામી 5 મહિના સુધી રાશન મફત આપવાના નિર્ણયની જાહેરાત કર્યા બાદ પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજીએ પોતાના રાજ્યમાં 1 જુલાઈથી અનલોક-1ની જેમ અનલોક-2 માટે કેટલીક છૂટછાટ પણ આપી છે. દેશમાં 1 જુલાઈથી અનલોક- 2 લાગુ થઈ રહ્યું છે. કેન્દ્ર સરકારે તેની ગાઈડ લાઈન્સ સોમવારે જ જાહેર કરી દીધી હતી.  પશ્ચિમ બંગાળમાં સવારે સાડાપાંચ વાગ્યાથી સાડા આઠ વાગ્યા સુધી મોર્નિંગ વોકની છૂટ રહેશે. આ સમયે વોક કરનારા લોકોએ સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું પડશે. રાજ્યમાં  વિવિધ શહેરો કે નગરોમાં યોજાનારાં લગન સમારંભોમાં 50 લોકો હાજરી આપી શકશે. એ જ રીતે શ્રાધ્ધમાં 25 લોકો એકઠાં થઈ શકશે. મુખ્યમંત્રી મમતા બેનરજીએ ખાનગી બસ- સંચાલકોને જણાવ્યું હતું કે, તેઓ 24 કલાકની અંદર બસ સેવાઓ શરૂ કરી દે તેમજ વધારાના ભાડાની માગણી બંધ રાખે. જો ખાનગી બસ- સંચાલકો નિ્યમોનું પાલન નહિ કરે તો એમની ખાનગી બસો જપ્ત કરીને એને ચલાવવા માટે સરકાર નવા ડ્રાઈવરોની નિયુક્તિ કરશે. આથી ખાનગી બસ- સંચાલકો પોતાનો અહમ અને કમાણી કરવાની વૃત્તિ જતી કરીને લોકોને સહાય કરે તે જરૂરી છે