પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજી ચૂંટણી – પ્રચાર દરમિયાન ઘાયલ થયાં – તેમના પર હુમલો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ 

 

        પ. બંગાળમાં ચૂંટણી – પ્રચાર પુરજોશમાં ચાલી રહ્યો છે. ટીએમસીના પ્રમુખ અને રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનરજી પર નંદિગ્રામમાં ચૂંટણી- પ્રચાર દરમિયાન હુમલો થયો હતો. તેમના પગ પર ઈજા થઈ છે. મમતા બેનરજીએ જણાવ્યું હતું કે, નંદીગ્રામમાં મારા પર હુમલો કરવામાં આવ્યો હતો. મારા પગને ઈજા થઈ છે. મારા પગને ગાડીથી કચડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ ઘટના અંગે ચૂંટણી પંચને ફરિયાદ કરવામાં આવશે. મમતા બેનરજી ઈજાગ્રસ્ત થયાં હોવાથી તેમના પ્રચાર- અભિયાન પર અસર થઈ છે. તેમના તમામ પ્રચાર સંબંધિત કાર્યક્રમોને તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવ્યાં છે. પ્રાપ્ત માહિતી અનુસાર, કારનો દરવાજો ખોલતા સમયે કેટલાક લોકોે મમતા બેનરજી સાથે ગેરવર્તણુંક કરી હતી. મમતા બેનરજીે ભાજપના શાસન પર અને પોલીસતંત્ર પર ગંભીર આક્ષેપો કર્યા હતા. મમતા બેનરજીે પોતાના મતદાર – વિસ્તારમાં જઈને્ પોતાનું ઉમેદવારી પત્રક ભર્યું હતું. જયારે તેમના પ્રતિસ્પર્ધી શુભેન્દુ અધિકારીએ ચૂંટણીની કમાન સંભાળી હતી. ઉમેદવારી પત્રક દાખલ કર્યા બાદ મમતા બેનરજીએ કહ્યું હતું કે, નંદિગ્રામના લોકો ઈચ્છે છે કે, હું આ વિસ્તારમાંથી ઉમેદવારી કરીને ચૂંટણી લડું. મને વિશ્વાસ છે કે લોકો મને સાથ- સહકાર આપશે જ. મમતાના પ્રતિસ્પર્ધી શુભેન્દુ અધિકારીએ મમતાજી પર આક્ષેપ કર્યો હતો કે, તે ચંટણીમાં લોકોની સહાનુભૂતિ મેળવવા માટે આ બધું કરી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, તેમના આવા પ્રયાસોની મારા પ્રચાર પર કશી અસર પડશે નહિ. ઓછામાં ઓછા 50, 000 મતોની સરસાઈથી હું આ ચૂંટણીમાં વિજય મેળવીશ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here