પવિત્ર રમજાન મહિનાનો પ્રારંભ- દેશવાસીઓને રમજાનની મુબારકબાદ આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી

0
975

 

મુસ્લિમ સમુદાય માટે અતિ પાક ગણાતા રમજાન મહિનાની શરૂઆત થઈ ચુકી છે. આ મહિનામાં મુસ્લિમ બિરાદરો રોજા રાખે છે. ખુદાની ઈબાદત કરે છે. આ પ્રસંગે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દેશવાસીઓને રમજાનની શુભકામનાઓ પાઠવી હતી. તેમણે પોતાના ટવીટર પર લખ્યું હતું કે, આ મહિનો ઈસ્લામ માં સહુથી પવિત્ર ગણવામાં આવે છે. ઈસ્લામ કેલન્ડર પ્રમાણે, આ નવમો મહિનો છે.આપણે મહંમદ પયગંબરના વિચારો અને ઉપદેશને ભૂલવો  ના જોઈે. સદભાવના, દયા અને ઉદારતાના માર્ગ પર ચાલવાનો માર્ગ તેમણે દર્શાવ્યો હતો. વડાપ્રધાને ટવીટરની સાથે એક વિડિયો સોશ્યલ મિડિયા પર મૂક્યો હતો. જેમાં વડાપ્રધાનના અવાજમાં લોકોને રમજાન નિમિત્તે શુભકામના પાઠવવામાં આવી છે.