પર્યાવરણક્ષેત્રે અંજલિ ધરને ‘ગ્લોબલ આઇકોન’ એવોર્ડ

નડિયાદમાં વસતા મૂળ દિલ્હીના શિક્ષણશાસ્ત્રી અંજલિ ધરને હરિયાણામાં કરનાલમાં 22મી જુલાઇ રવિવારે આયોજિત સમારંભમાં સેવ એનવાયર્નમેન્ટમાં વ્યક્તિગત ઉત્કૃષ્ટ પ્રદાન અને અપ્રતિમ સિદ્ધિ બદલ ગ્લોબલ આઇકોન એવોર્ડ એનાયત કરી સન્માનીત કરવામાં આવ્યા હતા. આ એવોર્ડ પ્રાપ્ત કરીને અંજલિ ધરે નડિયાદ અને ચરોતરના ગૌરવમાં વધારો કર્યો છે. આ સન્માન એન્ટી કરપ્શન ફાઉન્ડેશન ઓફ ઇન્ડીયા દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જાણીતા અભિનેતા રઝા મુરાદ, જાણીતા એન્કર અને મિસ ઇન્ડીયા 2013 સીમરન આહુજા, અભિષેક બચ્ચન, નરેન્દ્ર અરોરા વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે અંજલિ ધર ચેરીસ અર્થ ફાઉન્ડેશનના ફાઉન્ડર-ડિરેકટર-સીઇઓ છે. પર્યાવરણ ક્ષેત્રે જાગૃતિ લાવવા માટે પર્યાવરણની સલામતી અને સંરક્ષણ માટે સક્રિય અંજલિ ધારને તાજેતરમાં રાષ્ટ્રીય સ્તરે ગ્લોબલ આઇકોન એવોર્ડથી સન્માનીત કરાયા હતા. (બન્ને ફોટોસૌજન્યઃ અંજલિ ધાર)