પરેશ રાવલનો પુત્ર આદિત્ય રાવલ બોલીવુડમાં પદાર્પણ કરી રહ્યો છેઃ અનુરાગ કશ્યપની ફિલ્મ બમ્ફાટમાં આદિત્ય હીરોની ભૂમિકામાં ..

0
991

બોલીવુડના જાણીતા અને પીઢ કલાકાર પરેશ રાવલનો પુત્ર આદિત્ય રાવલ બોલીવુડમાં આગમન કરી રહ્યો છે. અનુરાગ કશ્યપની ફિલ્મ બમ્ફાટમાં  આદિત્ય હીરો છે અને હીરોઈનની ભૂમિકા ભજવી રહી છે શાલિની પાંડે.આદિત્ય કહે છેઃ મારી સરખામણી મારા પિ્તા સાથે કરશો નહિ. મારું વ્યક્તિત્વ અલગ છે. હું મારા અભિનયથી મારી ઓળખ ઊભી કરવા માગુ છું. આદિત્ય રાવલ ન્યુયોકર્ની ફિલ્મ એકેડેમીમાં અભિનય અને ફિલ્મ રાઈટિંગનો અભ્યાસ કર્યો છે. ઉપરોકત ફિલ્મ એક પ્રેમ-કથા છે. જેનું શૂટિંગ કાનપુર ખાતે થયું છે. આ ફિલ્મ ટૂંક સમયમાં રજૂ થવાની છે. પરેશ રાવલ અને સ્વરૂપ સંપટના સુપુત્ર આદિત્ય રાવલ પોતાની અભિનય ક્ષમતા પુરવાર કરવામાં કોઈ કસર નહિ છોડે એવું ફિલ્મ- વિવેચકો કહી રહ્યા છે.