પરીખ વર્લ્ડવાઈડ મિડિયાએ  અમેરિકામાં 24 X 7 ટીવી ચેનલ આઈટીવી ખરીદી લીધી ..

1
754

 

અમેરિકાના સૌથી મોટા ભારતીય-અમેરિકન પબ્લિશિંગ હાઉસ પરીખ વર્લ્ડવાઈડ મિડિયાએ ન્યુ યોર્ક સ્થિત 24-7 નેશનલ કેબલ ટીવી ચેનલ આઈટીવી ગોલ્ડ( ઈન્ટરનેશનલ ટેલિવિઝન બ્રોડકાસ્ટિંગ) ખરીદી લીધી છે. અમેરિકામાં વસતા ભારતીય- અમેરિકન સમુદાય અને સાઉથ એશિયન જનસમુદાયની ગતિવિધિને પેશ કરતી આ ચેનલ ખૂબ લાંબા સમયગાળાથી અમેરિકામાં પ્રસારિત થાય છે. આઈટીવી ગોલ્ડ 24-7 પ્રસારિત થતી અમેરિકાની સૌપ્રથમ કેબલ ચેનલ છે. 1985માં લોન્ચ કરવામાં આવેલી આ કેબલ ટીવી ચેનલ દ્વારા ભારતના સમાચારો તેમજ ભારતીય-અમેરિકનો અને સાઉથ એશિયન જનસમુદાયની નોંધપાત્ર પ્રવૃત્તિઓના સમાચારો વ્યાપક રીતે પ્રસારિત કરવામાં આવે છે.

ઉપરોક્ત ચેનલ દ્વારા વિઝન ઓફ એશિયા કાર્યક્રમ 1976થી પ્રસારિત કરવામાં આવે છે. આ કાર્યક્રમે અમેરિકામાં વસતા એશિયન જન સમુદાયમાં ખૂબ જ લોકપ્રિયતા મેળવી છે. આ ચેનલની માલિકી મેળવ્યા પછી હવે પરીખ વર્લ્ડવાઈડ મિડિયાએ ભારતીય અને દક્ષિણ એશિયન જનસમુદાય માટેના  પ્રથમ ક્રમના મિડિયા હાઉસનું સ્થાન હાંસલ કરી લીધું છે.

પરીખ વર્લ્ડવાઈડ મિડિયાનું મુખ્ય કાર્યાલય ન્યુયોર્કમાં કાર્યરત છે. શિકાગો, મુંબઈ તેમ જ અમદાવાદ ખાતે પણ તે પોતાની સ્થાનિક ઓફિસો ધરાવે છે. પરીખ વર્લ્ડવાઈડ મિડિયા દ્વારા નેશનવાઈડ અંગ્રેજી સાપ્તાહિક ન્યૂઝ ઈન્ડિયા ટાઈમ્સ, ગુજરાતી સાપ્તાહિક ગુજરાત ટાઈમ્સ અને રિજનલ અંગ્રેજી સાપ્તાહિક દેશી ટોક તેમજ અંગ્રેજી દ્વૈમાસિક ઈન્ડિયન અમેરિકન અને પરીખ ફાઉન્ડેશન સાથે સંકળાયેલું યુએસ ઈન્ડિયા ગ્લોબલ રિવ્યૂ પ્રકાશિત કરવામાં આવે છે.

 પદ્મશ્રી ડો. સુધીર પરીખ પરીખ વલર્ડવાઈડ મિડિયાના સ્થાપક છે. તેઓ જાણીતા એલર્જી સ્પેશ્યાલિસ્ટ, દાનવીર અને લોકપ્રિય સામાજિક અગ્રણી છે. તેમણે સમાજને આપેલા વિશિ્ષ્ટ યોગદાન માટે અનેક માન-સન્માન તેમજ એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. જેમાં ભારતસરકાર દ્વારા અપાયેલા રાષ્ટ્રીય સન્માન પદ્મશ્રી(2010) પ્રવાસી ભારતીય સન્માન એવોર્ડ (2006), નાઈટસ ઓફ માલ્ટા (2012), એલિસ આયર્લેન્ડ મેડલ ઓફ ઓનર (2005) વગેરેનો સમાવેશ થાય છે. ડો. સુધીર પરીખ અનેક જાણીતી સામાજિક સેવા – સંથાઓમાં માનદ હોદા્ઓ ધરાવે છે. જેમાં એફઆઈએ, આપી, શેર એન્ડ કેર ફાઉન્ડેશન, ગુજરાત કેન્સર સોસાયટી, નરગીસ દત્ત ફાઉન્ડેશન સહિત અનેક સંસ્થાઓ સામેલ છે. તેઓ પેન્સિલવેનિયા સ્થિત વ્રજ ટેમ્પલના ગ્રાન્ડ બેનિફેકટર અને માર્ગદર્શક તરીકે કાર્યરત છે.  અમેરિકામાં વસતા ભારતીયો અને સાઉથ એશિયનોના જન સમુદાયને વિશ્વસનીય સમાચાર- સેવા આપવા તેમજ તેમની વિવધ નોંધપાત્ર કામગીરીને પ્રસારિત કરવાના ઉદે્શથી તેમણે આ ટીવી ચેનલ હસ્તગત કરી હોવાનું ડો. ,સુધીર પરીખે જણાવ્યું હતું. અમેરિકામાં વસતા ભારતીય- અમેરિકન સમુદાય માટે આ આનંદ અને ગૌરવની ઘટના છે.પરીખ વર્લ્ડવાઈડ મિડિયાએ અમરિકાના પ્રકાશન વિશ્વમાં મહત્વનું સ્થાન અને સિધ્ધિ પ્રાપ્ત કર્યા છે.