પરિણીતી ચોપરા ‘ગોલમાલ અગેઇન’ પછી ખૂબ જ બિઝી થઈ ગઈ છે

અભિનેત્રી પરિણીતી ચોપરાની ઓળખ આપવી હોય તો કહી શકાય કે પ્રિયંકા ચોપરાની પિતરાઈ બહેન છે. જોકે આજકાલ પરિણીતી ચોપરા પણ બોલીવુડની સફળ અને વ્યસ્ત અત્રિનેત્રીઓની યાદીમાં આવી ગઈ છે. ગોલમાલ અગેઇન પછી પરિણીતીની માર્કેટ ઊંચકાઈ છે અને હાલ તે ચાર ફિલ્મો કરી રહી છે. હાલમાં તે વિપુલ શાહની નમસ્તે ઇંગ્લેન્ડ અર્જુન કપૂર સાથે કરી રહી છે. અર્જુન કપૂર સાથે સંદીપ અને પિન્કી ફરાર ફિલ્મો પણ કરે છે. ટોચના એક્શન સ્ટાર અક્ષય કુમાર સાથે કરણ જોહરની ફિલ્મ કેસરીમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આમ પરિણીતી ચાર ફિલ્મો સાથે હાલમાં ખૂબ જ બિઝી થઈ ગઈ છે.