પરફેક્શનિસ્ટ ગણાતા સુપર સ્ટાર આમિર ખાને એકરાર કર્યો – અમિતાભ બચ્ચન સામે અભિનય કરતાં સમયે હું મારા ડાયલોગ્સ ભૂલી જતો હતો…

0
892

બોલીવુડમાં પોતાના અબિનયથી એક અનોખી છાપ ઉપજાવનારા પ્રતિભાશીલ કલાકાર આમિર ખાન હાલમાં યશરાજ ફિલ્મના બેનર હેઠળ બની રહેલી ફિલ્મ ઠગ્સ ઓફ હિંદુસ્તાનમાં મહત્વની ભૂમિકા ભજવી રહયા છે. તેમની સાથે સહ કલાકાર તરીકે મહાનાયક અમિતાભ બચ્ચન પણ ભૂમિકા ભજવી રહયા છે. આ ફિલ્મના નિર્દેશક વિજયકૃષ્ણ આચાર્ય છે. આમિરખાને પોતાનો અનુભવ જણાવતાં કહયું હતું કે, હું જયારે ઠગ્સ ઓફ હિંદુસ્તાનના શૂટિંગ માટે સેટ

પર જતો ત્યારે મારી સામે અમિતજીને ઊભેલા જોઈને હું મારા સંવાદ ભૂલી જતો હતો. આમિર ખાન આ ફિલ્મમાં પહેલીવાર અમિતજીની સાથે ચમકી રહયો છે. આમિર ખાને કહયું હતું કે, અમિતજી એઓક સીનિયર અને નીવડેલા અભિનેતા છે. બોવીવુડમાં તેઓ ચાર દાયકાથી વધુ સમયથી ટોચ પર રહયા છે. તેમનું સ્થાન કોઈ લઈ શકે તેમ નથી. આવા મહાન કલાકારની સાથે હું પહેલીવાર આફિલ્મમાં અભિનય કરી રહયો છું, એટલે મને સંકોચ થાય એ સ્વાભાવિક છે. આ ફિલ્મ હવે સંપૂર્ણ થવાને આરે છે. એ હવે ટૂંક સમયમાં જ રજૂ થવાની છે . આથી હું વધારે નર્વસ છું. મારી દરેક ફિલ્મની રજૂઆત અગાઉ મારી હાલત આવી જ હોય છે. હું આ સમયગાળામાં ટેન્શન અનુભવું છું. જોકે આ ટેન્શનમાંથી બચવાની રીત મેં શોધી કાઢી છે. મારા દિલ પર હાથ રાખીને હું  મારી જાતને કહુંછું, ઓલ ઈઝ વેલ…. આથી મને થોડું સારું લાગે છે. 1839માં બ્રિટિશ કર્નલ ફિલીપ મિડોઝે લખેલી નવલકથા – કન્ફેશન ઓફ ધ ઠગ્સ પરથીઆ હિન્દી ફિલ્મ બનાવવામાં આવી છે.