પદ્મ એવોર્ડ્સ જાહેરઃ ચાર ગુજરાતીનો સમાવેશ

 

મનોજ જોશી
ઝવેરીલાલ મહેતા

નવી દિલ્હીઃ વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ સેવા અને નોંધપાત્ર કાર્યો કરવા બદલ 85 પદ્મ પુરસ્કારની જાહેરાત કરાઈ હતી. ઇલિયારાજા (સંગીત), ગુલામ મુસ્તફા ખાન (કલાસંગીત), આરએસએસના વરિષ્ઠ વિચારક પી. પરમેશ્વરન (સાહિત્ય-શિક્ષણ)ને પદ્મવિભૂષણ એવોર્ડ એનાયત થશે.
પદ્મભૂષણ એવોર્ડ બિલિયર્ડ-સ્નૂકરખેલાડી પંકજ અડવાણી, એફ. ક્રિસોસ્ટોમ (અધ્યાત્મ), મહેન્દ્રસિંહ ધોની (ક્રિકેટ), એ. કદાકિન (પબ્લિક અફેર), આર. નાગાસ્વામી (આર્કિયોલોજી), વેદપ્રકાશ નંદા (સાહિત્ય-શિક્ષણ), લક્ષ્મણ પાઈ (ચિત્રકલા), અરવિંદ પરીખ (સંગીત), શારદાસિંહા (સંગીત)ને એનાયત થશે, જ્યારે પદ્મશ્રી એવોર્ડ ગુજરાતના ફોટોજર્નલિસ્ટ ક્ષેત્રે જાણીતા ઝવેરીલાલ મહેતા, ડો. પંકજ પટેલ, એસ. એસ. રાઠોર, ડો. પંકજ શાહ, ગુજરાતી અભિનેતા મનોજ જોશી, સોમદેવ દેવવર્મન, પંડિત શ્યામલાલ (પત્રકારત્વ), મોહન ભાટિયા (લોકસંગીત), સુધાંશુ બિશ્વાસ (સામાજિક કાર્ય) સહિત 73 મહાનુભાવોને જાહેર કરાયા છે.
કુલ 16 પદ્મ એવોર્ડવિજેતાઓ વિદેશી એનઆરઆઇ કે પીઆઇઓ છો. ત્રણને મરણોત્તર એનાયત થશે. ત્રણ ગુજરાતીઓ અનેે મહારાષ્ટ્રના એક ગુજરાતી મનોજ જોશી સહિત ચાર ગુજરાતીને આ સન્માન મળ્યું છે.