પદ્મા લક્ષ્મીએ પોતાના પુસ્તકમાં વર્ણવ્યા સલમાન રશ્દી સાથેના લગનજીવનના દુખદ અનુભવો …

0
858

આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા લેખકે પદ્મા લક્ષ્મી સાથે ચોથા લગ્ન કર્યા હતા. આ અગાઉ તેમના ત્રણ લગ્ન નિષ્ફળ નીવડ્યા હતા. 1999મા સલમાન રશ્દી અને પદ્મા લક્ષ્મીની પ્રથમ મુલાકાત ન્યુ યોર્કમાં થઈ હતી. પાંચ વરસ પછી બન્નેજણે લગન કર્યા હતા અને 2007માં તેમના લગ્ન-જીવનનો અંત આવ્યો હતો. સલમાન રશ્દી બુકર પુરસ્કાર વિજેતા લેખક છે. તેમની ગણના દુનિયાના સફળ લેખકોમાં કરવામાં આવે છે. પદ્માલક્ષ્મી સાથે સલમાન રશ્દીએ 2004માં લગ્ન કર્યા હતા અને 2007માં તેઓ છૂટા પડ્યા હતા. પદ્માલક્ષ્મીએ તેની ઓટોબાયોગ્રાફીમાં તેના સલામ રશ્દી સાથેના દાંપત્ય જીવન અંગે ઘણી ચોંકાવનારી વાતો રજૂ કરી છે. ઘણા માન્યામાં ન આવે તેવા ખુલાસોઓ અને વાતોનો ઘટસ્ફોટ કર્યો છે.લગ્ન બાદ તેઓ લંડન અને ન્યુ યોર્ક બન્ને સ્થળે અવારનાવાર રહેતા હતા. રશ્દી પત્નીની ખૂબ સંભાળ રાખતા હતા. તેમના દાંપત્ય.જીવનનો શરૂઆતનો સમયગાળો આનંદભરેલો હતો. પદ્મા લક્ષ્મીને્ ગર્ભાશયની ( એન્ડોમી ટ્રિયોસિસ) બીમારી લાગુ પડ્યા બાદ રશ્દી તેની સાથે નિર્દયતાભર્યો વ્યવહાર કરતા હતા. તેઓ શાબ્દિક લડાઈ કરવામાં બહુ નિપુણ હતા.

પદ્માલક્ષ્મીએ પોતાના તૂટેલા લગ્નની અનેક વાતો એના પુસ્તકમાં રજૂ કરી છે. જેમાં સલમાન રશ્દીના વ્યક્તિત્વના કેટલાક પાસાઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે.