પદ્મશ્રી વિષ્ણુ પંડ્યાનાં ધર્મપત્ની ડો. આરતી પંડ્યાનું નિધન

અમદાવાદઃ જાણીતા ઇતિહાસકાર, કટારલેખક અને ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ પદ્મશ્રી વિષ્ણુ પંડ્યાનાં ધર્મપત્ની ડો. આરતી પંડ્યાનું બુધવારે ટૂંકી માંદગી પછી નિધન થયું હતું. તેઓ 70 વર્ષનાં હતાં. ડો. આરતી પંડ્યા જીએલએસ કોલેજમાં અધ્યાપક હતાં.
અનેક વિષયોનાં અભ્યાસુ ડો. આરતી પંડ્યાએ ઇતિહાસ, સંસ્કૃતિ અને ફિલ્મ વિશે ત્રણ પુસ્તકો લખ્યાં હતાં અને 90 પુસ્તકોનું સંપાદન-સહલેખન કર્યું હતું. માંદગી અગાઉ તેઓ ‘સમાંતર’ સાપ્તાહિકનાં તંત્રી તરીકે ફરજ બજાવતાં હતાં.