પત્રકાર જમાલ ખશોગીની હત્યાના કેસમાં સાઉદી અરેબિયાના પાંચ અધિકારીઓને મૃત્યુદંડની સજા ફરમાવાય એવી સંભાવના છે ..

0
743
IANS

 

જાણીતા પત્રકાર જમાલ ખશોગીની હત્યાના મામલામાં સાઉદી અરેબિયાના પાંચ અધિકારીઓને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવે એવી પ્રબળ સંભાવના હોવાનું આધારભૂત સમાચાર સૂત્રોએ જણાવ્યું હતું. ઈસ્તંબૂલ સ્થિત સાઉદી અરેબિયાના વાણિજ્ય દૂતાવાસમાં ખશોગીની ક્રૂરતાથી હત્યા કરવામાં આવી હતી. આ તમામ મામલામાં ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનને કલીનચીટ આપી દીધી હતી. ખશોગીની હત્યાના કિસ્સામાં વિશ્વના અનેક દેશો સાઉદી અરેબિયા પર દબાણ લાવી રહ્યા છે . હત્યાના મામલામાં કુલ 21 વ્યક્તિઓને પકડી લેવામાં આવી હતી. તૂર્કી દ્વારા હત્યાના મામલામાં આંતરરાષ્ટ્રીય તપાસની માગણી થઈ રહી છે. સાઉદી અરેબિયા માટે મોટું રાજકીય સંકટ ઊભું થયું છે. તાજેતરમાં જ સાઉદી અરેબિયાના પત્રકાર જમાળ ખશોગીના સંદર્ભમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે. તૂર્કીના એક અખબારમાં જણાવવામાં આવ્યું છે કે,

જમાલ ખશોગીની હત્યા કરનારા હત્યારાઓએ તેમની હત્યા કર્યા બાદ તેમના અવશેષોને એસિડથી સળગાવીને ડ્રેનમાં ફેંકી દીધા હતા.