પત્નીને એક સમાન ભરણપોષણ રકમ આપવી જરૂરી નથી: હાઇકોર્ટ

 

નવી દિલ્હી: દિલ્હી હાઇકોર્ટે કહ્યું કે દંડ પ્રક્રિયા સંહિતાની જોગવાઇ અંતર્ગત પત્નીનું ભરણપોષણ આપનારા તમામ સમય માટે વ્યાપક દાયિત્વ નથી એટલે કે લાંબા સમય સુધી એક વાર નક્કી કરાયેલ રકમ આપવાની જરૂરી નથી અને પતિ કે પત્નીની પરિસ્થિતિઓમાં ફેરફાર થવા પર તેને વધારી કે ઘટાડી શકાય છે. જસ્ટિસ ચંદ્રધારી સિંહે કહ્યું કે, નિચલી અદાલતના આદેશ અનુસાર પતિ દ્વારા આપવામાં આવનારી ભરણપોષણ રકમમાં વધારા માટે એક મહિલા દ્વારા દાખલ પુન: નિરીક્ષણ અરજી પર નિર્ણય કરતી વખતે અદાલતે આ ટિપ્પણી કરી. માસિક રૂ. ૩૫૦૦૦ ભરણપોષણનો અનુરોધ કર્યો અને કહ્યું કે નિચલી અદાલત દ્વારા માસિક રૂ. ૩૦૦૦ની રકમ નક્કી કરવામાં આવી હતી જે તેના ભરણપોષણ માટે પર્યાપ્ત નથી. મહિલાએ દલીલ આપી હતી કે પતિની માસિક આવક રૂ. ૮૨૦૦૦ છે અને તેણે નિચલી અદાલતને પોતાની વાસ્તવિક આવકની માહિતી નથી આપી. પ્રતિવાદી પતિએ દાવો કર્યો હતો કે તે ભાડાના મકાનમાં રહીને અને કેબ ડ્રાઇવર તરીકે કામ કરી માસિક રૂ. ૧૫૦૦૦ કમાઇ રહ્યો છે અને તેણે પોતાના ઘરડા અને બીમાર માતા-પિતાની પણ દેખભાળ કરવાની છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here