તાજેતરમાં યોગગુરુ બાબા રામદેવે જણાવ્યું હતું કે, પતંજલિ આયુર્વેદ( કંપની) નું ટર્ન ઓવર 9783.81 કરોડ રૂપિયાની સીમા વટાવી ચૂક્યું છે. પતંજલિ નેચરલ બિસ્કીટનું 650 કરોડ રૂપિયા, દિવ્ય ફાર્મસી 850 કરોડ રૂપિયા, પતંજલિ એગ્રો 1600 કરોડ રૂપિયા, પતંજલિ પરિવહન 548 કરોડ રૂપિયા અને પતંજલિ ગ્રામોદ્યોગનું ટર્ન ઓવર 398 કરોડ રૂપિયા થઈ ગયું છે. બાબા રામદેવે જણાવ્યું હતું કે, હાલમાં પતંજલિ ગ્રુપ મહિલા હેલ્થકેયર પ્રોડકટ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, આગામી 3 થી 4 વરસમાં પતંજલિ ગ્રુપની કંપનીઓને દેવાથી મુક્ત કરવાની યોજના પણ કરવામાં આવી રહી છે. અમે યોગાને 200 દેશોમાં પહોંચાડવાનું કાર્ય કર્યું છે. પતંજલિએ છેલ્લા 5 વરસોમાં પાંચ લાખ જેટલા લોકોને રોજગાર આપ્યો છે અને આગામી પાંચ વરસમાં બીજા પાંચ લાખ લોકોને નોકરી – રોજગાર આપવા માટેનું આયોજન અમે કરી રહ્યા છીએ.