પતંગોત્સવમાં દેશ-વિદેશના પતંગવીરો આવશે

 

અમદાવાદઃ ગુજરાત સરકાર દ્વારા ઉજવાતા પતંગોત્સવમાં દેશ-વિદેશના પતંગવિરો અલગ જ આકર્ષણ ધરાવે છે. રાજ્ય સરકાર ભારે ઉત્સાહ સાથે પતંગોત્સવ ઉજવવા થનગની રહ્નાં છે. ૮ જાન્યુઆરીથી ૧૪ જાન્યુઆરી સુધી આ પતંગોત્સવ અમદાવાદ સહિત દસ શહેરમાં યોજાશે. આ વર્ષે બેવન દેશ અને ૧૪ રાજ્યના પતંગરસિયાઓ અમદાવાદમાં આવશે. આ સાથે દેશના અન્ય નવ શહેરના લોકો પણ જોડાશે. ૨૦૨૦માં ૪૩ દેશે ભાગ લીધો હતો. આ વખતે ૧૨૫ સ્પર્ધક પતંગ ઉડાવનારા બાવન દેશમાંથી આવશે. ૬૫ દેશના અન્ય રાજ્યોમાંથી અને ૬૬૦ અન્ય ૨૨ શહેરમાંથી પતંગોત્સવમાં ભાગ લેશે. અમદાવાદમાં આ સમારંભનું ઉદ્ઘાટન થશે અને ત્યારે ૧૨૦૦ બાળક સૂર્ય નમસ્કાર કરશે આ સાથે વિવિધ રંગારંગ કાર્યક્રમ પણ યોજાશે.

અગાઉ પતંગોત્સવ માટે ૬૫ દેશને આમંત્રણ આપવામાં આવ્યું હતું, પરંતુ કોરોના વાયરસ ફરી ફેલાતા ચીન સહિતના ૧૩ દેશને ભાગ ન લેવા વિનંતી કરવામાં આવી હતી. અમદાવાદ ઉપરાંત સ્ટેચ્યુ ઓફ યુનિટિ, વડોદરા, રણોત્સવ, દ્વારકા, સુરત, ધોલેરા વગેરે સ્થળોઍ પતંગોત્સવ ઉજવાશે. આ તમામ પતંગવીરોને આ તમામ સ્થળોઍ લઈ જવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here