પટના હાઈકોર્ટના ચીફ જસ્ટિસ મુકેશ શાહ કહે છેઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હીરો છે….!

0
926

હાલમાં જ પટના હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે જસ્ટિસ મુકેશ શાહની નિમણુક કરવામાં આવી છે. તેમણે 1982માં ગુજરાત હાઈકોર્ટમાં ક્રિમિનલ લોયર તરીકે વકીલાત કરવાની શરૂ કરી હતી. 2004માં તેઓ જજ બન્યા હતા. ત્યારબાદ તેમની સ્થાયી જજ તરીકે વરણી નિયુક્તિ થઈ હતી. ગત 12 ઓગસ્ટે બિહારના રાજયપાલ સત્યપાલ મલિકે તેમને પટના હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે શપથ લેવડાવ્યા હતા.

જસ્ટિસ શાહે એક મુલાકાત દરમિયાન પોતાની કાયદાકીય કારકિર્દીની વાત કરતાં કહ્યું હતું કે, મેં હંમેશા સંતુલન જાળવીને કાર્ય કર્યું છે. મેં દિવસના 15-16 કલાક કામ કર્યું છે. દુનિયામાં કશું જ અશક્ય નથી.  વકીલ તરીકે મેં કાયદાના પ્રત્યેક ક્ષેત્રમાં કામ કર્યું છે. ક્રિમિનલ કેસો લડ્યો છું. દીવાની કેસ પણ લડ્યો છું.પોક્સોના મામલામાં મેં ફેંસલો આપતાં સમયે કરેલી ટિપ્પણીએ પાછળથી કાયદો બની ગઈ હતી. તેમણે કહ્યું હતું કે, આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી મારા માટે હીરો છે. રોલ મોડલ છે.