પંજાબ નેશનલ બેન્ક કૌભાંડમાં સંડોવાયેલા ભાગેડુ બિઝનેસમેન મેહુલ ચોકસીને ભારત પાછો  લાવવામાં આવી રહ્યો છે.. 

 

   નીરવ મોદી અને મેહુલ ચોકસીએ પંજાબ નેશનલ બેન્કમાં કરોડો રૂપિયાની ઉચાપત કરી હતી. બન્ને બિઝનેસમેન ભારતમાંથી ભાગી જઈને બીજા દેશોમાં સંતાતા ફરતા હતા. મેહુલ ચોકસી એન્ટીગુઆમાંથી નાસીને ડોમિનિકામાં સંતાયો હતો. આ વાતની સત્તાવાર માહિતી પ્રાપ્ત થતાં જ ભારતની 8 સભ્યોની ટીમ ડોમિનિકા પહોંચી હોવાનું જાણવા મળ્યું હતું. ભારતીય અધિકારીઓ એક પ્રાયવેટ જેટ વિમાનમાં ડોમિનિકા પહોંચ્યા હોવાનું સત્તાવાર સમાચાર સૂત્રોએ જણાવ્યું હતું. બેકિંગ કૌભાંડ કેસમાં સીબીઆઈ ચીફ શારદા રાઉત તપાસ ટીમના અગ્રણી છે.મુંબઈ ઝોનથી સીબીઆઈ  તેમજ ઈડીના ઉચ્ચ અધિકારીઓને શુક્રવારે જ દિલ્હી બોલાવવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમની ટીમને તાત્કાલિક ડોમિનિકા મોકલવામાં આવી હતી. ભારતીય તપાસ ટીમની કોશિશ છે કે, ડોમિનિકાથી જેમ બને તેમ જલ્દી મેહુલ ચોક્સીની પ્રત્યાપર્ણ વિધિ પતાવીને તેને ભારત પરત લાવવામાં આવે.