પંજાબ નેશનલ બેન્ક કૌભાંડમાં સંડોવાયેલો મુખ્ય આરોપી મેહુલ ચોકસી લાપતા…

 

   હીરાના વેપારી તેમજ અનેક દેશોમાં પોતાની ઝવેરાતની દુકાનો  ધરાવતા મેહુલ ચોકસીએ પંજાબ નેશનલ બેન્કમાંથી લોનના નામે કરેલી કરોડો રીપિયાની ઉચાપતનો મામલો જાહેરમાં આવ્યા બાદ મેહુલ ચોકસી ભારતમાંથી ભાગી ગયો હતો ને વિવિધ દેશમાં સંતાતો ફરતો હતો. તે છેલ્લે કરેબિયન દેશ એન્ટીગુઆ અને બારમુડામાં રહેતો હતો. પરંત તાજેતરમાં જ પોલીસે એવી જાણકારી આપી હગતી કે, તે એન્ટીગુઆમાંથી નાસી ગયો છે અને તે કયાં સંતાયો છે એ અંગે હજી એન્ટીગુઆની પોલીસને કોઈ ચોકક્સ માહિતી મળી શકી નથી.  

     કેટલાક સમાચાર સૂત્રોના જણાવ્યા અનુસાર, તે કયુબામાં રહે છે. એણે ક્યુબામાં પોતાનું ઘર લીધુ હોવાનું જાણવા મળ્યું હતું. માનવામાં આવી રહ્યું છે કે તેની પાસે એન્ટીગુઆનું નાગરિકત્વ છે અને ભારત સરકાર એન્ટીગુઆની સરકાર પર દબાણ કરી રહી હતી કે તે મેહુલ ચોકસીનું નાગરિકત્વ રદ કરે. મેહુલ ચોકસી પાસે અનેક કરેબિયન દેશોની નાગરિકતા છે. મેહુલ ચોકસી અને નીરવ મોદી – બનેને સરકારી પંજાબ નેશનલ બેન્કમાંથી કથિત રીતે 13, 500 કરોડ રૂપિયાની મની લોન્ડ્રીંગ કરવાના ગુનાસર આરોપી છે. આ બન્ને જણાએ છેતરપિંડી કરીને બેન્કના રૂપિયાની ઉચાપત કરી હોવાનો તેમના પર આરોપ મૂકવામાં આવ્યો હતો.