

નીરવ મોદી પર બેન્કોના 280-70 કરોડ રૂપિયાની ઉચાપત કર્યાના આરોપસર સીબીઆઈએ પ્રાથમિકતાના આધાર પર ખટલો દાખલ કર્યો છે. પંજાબ નેશનલ બેન્કના 10,000 કરોડ રૂપિયાનું કૌભાંડ આચરવાના આરોપસર પ્રથમદર્શી પુરાવાના આધારે ઝવેરાતનો ધંધો કરનારા નીરવ મોદી વિરુધ્ધ કેસ દાખલ કર્યો હતો. પંજાબ નેશનલ બેન્કના નાણાની હેરા-ફેરી દ્વારા મોદીએ ગેરકાનૂની મિલકત ઊભી કરી હતી. આ અંગે નીરવ મોદી તેનો ભાઈ, તેમની પત્ની અને ધંધાકીય ભાગીદારો વિરુધ્ધ પણ સીબીઆઈ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.