પંજાબ- કોંગ્રેસમાં વિખવાદ  મુખ્યપ્રધાન અમરિન્દર  કોંગ્રેસ શાસિત દરેક રાજ્યમાં આંતરિક વિવાદને સત્તાની સાઠમારી ચાલી રહી છે.

રાજસ્થાનમાં સચિન પાયલોટ ને મુખ્યપ્રધાન અશોક ગેહલોત , પંજાબમાં અમરિન્દર સિંહ ને નવજોત સિધ્ધુ તેમજ કેરળ, ગુજરાત , કર્ણાટક ,ઝારખંડ- વગેરે રાજ્યોમાં પક્ષના નેતા સત્તા માટે પરસ્પર હૂંસાતૂંસી ને નિવેદનબાજી કરીને એકમેક પર આક્ષેપ કરી રહ્યા છે. પંજાબના મુખ્યપ્રધાન અમરેન્દ્ર સિંધે તો સ્પષ્ટપણે જણાવી દીધું છેકે, તે અસંતુષ્ટ બળવાખોર નવજોત સિધ્ધુને કોઈ પણ મહત્વનું પદ આપશે નહિ. પંજાબનો વિવાદ ટાળવા કોંગ્રેસના હાઈકમાન્ડ નિમેલી 3 સભ્યની કમિટી સમક્ષ પણ અમરીન્દરે કહી દીધું છે કે, તેો કોઈ પણ સંજોગોમાં તેમના પ્રધાનમંડળમાં નવજોત સિધ્ધુને કોઈ સ્થાન આપશે નહિ. તેમને નાયબ મુખ્યમંત્રી કે પ્રદેશ અધ્યક્ષ નું પદ પણ નહિ આપવામાં આવે. માનવામાં આવી રહ્યું છેકે, સોનિયા- રાહુલ ગાંધી નવજોત સિધ્ધુના પક્ષમાં છે, પણ અમરિન્દરને અમગમતો નિર્ણય લઈને તેઓ પંજાબની કોંગ્રેસ સરકાર માટે કોઈ પણ પ્રકારનું જોખમ લેવા તૈયાર નથી.