પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે લિવ-ઈન રિલેશનશિપમાં રહેતા દંપતીને સુરક્ષા આપવાનો ઈન્કાર કર્યો..

ગુલ કુમાર અને ગુરવિન્દર સિંહ નામ ધરાવતું દંપતી લિવ-ઈન રિલેશનશિપમાં રહતું હતું. તેમણે અદાલત સમક્ષ અરજી કરી હતી કે, તેમને તેમના વાલીઓ( મા-બાપ કે વડીલો) તરફથી જાનનું જોખમ છે. આથી તેમને પોતાની સલામતી અને જીવન- રક્ષણ માટે અદાલત સુરક્ષા પ્રદાન કરવાનો સરકાર કે સંબંધિત તંત્રને આદેશ કરે. . પરંતુ આ દંપતીની અરજી હાઈકોર્ટે માન્ય રાખી ન હતી. ઉપરોકત દંપતીએ જણાવ્યું હતું કે, તેઓ બન્ને જણા લિવ-ઈન રિલેશનશિપમાં રહે છે અને ટૂંક સમયમાં જ લગ્ન કરવાના છે. જસ્ટિસ એચ. એ. મદાને દંપતીની અરજી નામંજૂર કરી હતી. અદાલતે જણાવ્યું હતું કે, લિવ-ઈન રિલેશનશિપ સામાજિક અને નૈતિક રીતે આપણા સમાજમાં સ્વીકાર્ય નથી. વળી આ અરજ પાછળનો દંપતીનો હેતુ સુરક્ષા મેળવવાનો નહિ,, પરંતુ આ રીતે લિવ-ઈન રિલેશનશિપમાં રહેનારાને- એમના સંબંધને માન્યતા અપાવવાનો વધુ હોય એમ લાગી રહ્યું છે.
પાશ્ચાત્ય સંસ્કૃતિ અને રહેણી કરણીનું આંધળું અનુકરણ કરવાની ઘેલછા આપણા દેશમાં , આપણા સમાજમાં વરસો પુરાણી છે. પશ્ચિમના દેશોની સંસ્કાર – રીતિ અને જીવન પધ્ધતિને ભારતના યવા વર્ગ સહિત અનેક લોકો જાણ્ય- સમજ્યા વગર સ્વીકારી લેતા હોય છે. મર્યાદા અને નિયમોને કારણે જીવનનું ઘડતર થાય છે. સમજદારી, વિવેક અને સંયમને કારણે જ દંપતીનું ગૃહજીવન મધુરતા અને આનંદથી ભર્યું ભર્યું બને છે. સ્વતંત્રતા ને સ્વછંદતા – વચ્ચે બહુ સૂક્ષ્મ ભેદ- રેખા છે. એ વાત દરેક યુવા ભારતીય દંપતીને જ નહિ, જગતભરના પતિ- પત્નીએ સમજવી જરૂરી છે.