પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે પંજાબ સરકારને ફટકાર લગાવી

 

પંજાબ: પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે પંજાબ સરકારને ફટકાર લગાવી છે. હાઈકોર્ટે અમૃતપાલને પકડવામાં નિષ્ફળતા પર નારાજગી વ્યક્ત કરી છે. નારાજગી વ્યક્ત કરતા હાઈકોર્ટે કહ્યું કે પંજાબ પોલીસના ૮૦,૦૦૦ જવાનો શું કરી રહ્યા હતા? અત્યાર સુધી અમૃતપાલ સિંહ ફરાર છે. આ પંજાબ પોલીસની ગુપ્તચર નિષ્ફળતા છે. પોલીસનું ગુપ્તચર તંત્ર સદંતર નિષ્ફળ ગયું છે. હાઈકોર્ટની ઝાટકણી બાદ પંજાબ સરકારે કહ્યું કે અમૃતપાલ પર નેશનલ સિક્યુરિટી એક્ટ (ફ્લ્ખ્) લગાવી દેવામાં આવ્યો છે. કોર્ટે પંજાબ સરકારને કેસનો સ્ટેટસ રિપોર્ટ દાખલ કરવાનો આદેશ આપ્યો છે. પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં ‘વારિસ પંજાબ દે’ના ચીફ અમૃતપાલ સિંહની ગેરકાયદે અટકાયતનો આરોપ લગાવતી અરજી દાખલ કરવામાં આવી હતી. ભટિંડાના રહેવાસી ઈમરાન સિંહે હાઈકોર્ટમાં આ અરજી દાખલ કરી હતી. ૧૮ માર્ચે કેન્દ્ર સરકારે પંજાબ સરકાર સાથે મળીને અમૃતપાલને જાલંધરથી ગેરકાયદેસર કસ્ટડીમાં લીધો હતો.