
અલગ ગાયકીના લહેકાથી ગીતો ગાઈને લોકોના દિલ જીતી લેનારા સેલિબ્રિટી ગાયક દલેર મહેંદી તાજેતરમાં ભાજપમાં વિધિસર જોડાયા હોવાનું સત્તાવાર સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. દિલ્હી ભાજપના અધ્યક્ષ મનોજ તિવારી અને કેન્દ્રીય પ્રધાન ડો. હર્શવર્ધન સિંહની ઉપસ્થિતિમાં તેમણે ભાજપમાં પ્રવેશ મેળવ્યો હતો. દલેર મહેંદી પંજાબની કોઈ બેઠક પરથી લોકસભાની ચૂંઠમી લડે એવી શક્યતા છે. દલેર મહેંદી જાણીતા પીઢ ગાયક હંસરાજ હંસના વેવાી છે. દલેરની પુત્રી અવજીત કૌરના લગ્ના હંસરાજ હંસના પુત્ર નવરાજ સાથે થયાં છે. દલેર મહેંદી ભાજપમાં જોડાવાને કારણે તેમના ચાહકો ભાજપનું સમર્થન કરશે એવું માનવામાં આવી રહ્યું છે.