પંજાબમાં CM પદના ચહેરા વગર ચૂંટણી લડશે કોંગ્રેસ

REUTERS/Amit Dave

 

ચંડીગઢ: પંજાબમાં ર0 ફેબ્રુઆરીએ વિધાનસભા ચૂંટણીના બરાબર પહેલા કોંગ્રેસમાં મુખ્યમંત્રી પદના ચહેરા અંગે ખેંચતાણ શરૂ થઈ છે. મુખ્યમંત્રી ચરણજીતસિંહ ચન્ની કે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ નવજોત

સિદ્ધુ તે અંગે સ્થિતિ સ્પષ્ટ ન થતાં મુખ્યમંત્રી પદનો કોઈ ચહેરો નહીં, સામૂહિક નેતૃત્વમાં ચૂંટણી લડીશું તેવુ એલાન કરવામાં આવ્યું છે. કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ રણદીપ સુરજેવાલાએ સ્પષ્ટ કર્યું કે મુખ્યમંત્રી પદના ચહેરા અંગે અગાઉથી કોઈ એલાન કરવામાં નહીં આવે. પંજાબ વિધાનસભા ચૂંટણી પાર્ટીના નેતૃત્વમાં લડવામાં આવશે. બીજીતરફ સિદ્ધુએ ચૂંટણી પહેલા પંજાબ મોડલનો ઉલ્લેખ કરી ખેડૂતોની સમસ્યાઓ અને ઉકેલ અંગે વાત કરી હતી. સુરજેવાલાએ વધુમાં કહ્યું કે ખેતીની જે સમસ્યા છે તે દરેક વ્યક્તિ સાથે જોડાયેલી છે. સરકારો બદલતી અને બનતી હોય છે તો સરકારોની જવાબદારી છે કે લોકોની સમસ્યાઓ દૂર કરે. ખેડૂતોનો અવાજ બુલંદ કરે. આ દેશમાં ખેડૂતો અને પંજાબની શું સમસ્યા છે તેના પર અમે કામ કર્યું છે. દેશનો ખેડૂત સમસ્યાઓનો ઉકેલ ઈચ્છે છે, અમે તેના પર ફોકસ કરી રહ્યા છીએ.