પંજાબમાં 63 અને ઉત્તર પ્રદેશમાં 57.25 ટકા મતદાન

 

પંજાબ: પંજાબમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન સમાપ્ત થઇ ગયું છે. ચુંટણીપંચના આંકડા મુજબ સાંજે 5 વાગ્યા સુધી અહીં 63.44 ટકા મતદાન થયું હતું . મનસા જિલ્લામાં સૌથી વધુ 73.45 ટકા મતદાન નોંધાયું હતું, જયારે માહોલી જિલ્લામાં સૌથી ઓછું 53.10 ટકા મતદાન થયું હતું. ગત વખતે એટલે કે 2017માં પંજાબમાં કુલ 76.83 ટકા મતદાન થયું હતું. તો બીજી તરફ ઉત્તર પ્રદેશના 16 જિલ્લાની 59 બેઠકો પર ત્રીજા તબકકાનું મતદાન સમાપ્ત થયું છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર સાંજે 5 વાગ્યા સુધી 57.58 ટકા લોકોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. લલિતપુર જિલ્લામાં સૌથી વધુ 67.37 ટકા મતદાન નોંધાયું હતું. જયારે કાનપુર નગરમાં સૌથી ઓછું 50.88 ટકા મતદાન થયું હતું. ત્રીજા તબકકામાં જે 59 બેઠકો પર મતદાન થયું હતું ત્યાં 2017માં 62.36 ટકા મતદાન થયું હતું.

સાંજે 5 વાગ્યા સુધી આર્ય નગર બેઠક પર સૌથી ઓછું મતદાન નોંધાયું હતું. અહીં 47 ટકા મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. તે દરમિયાન મેહરૌની સીટ પર સૌથી વધુ 67.50 ટકા મતદાન થયું હતું. ગત વખતે 2017માં મહેરૌની સીટ પર સૌથી વધુ 74.16 ટકા મતદાન થયું હતું. કાનપુર કેન્ટોનમેન્ટ સીટ પર સૌથી ઓછું 52.58 ટકા મતદાન થયું હતું. જોકે સપા અને ભાજપના કાર્યકરો વચ્ચે કેટલાક સ્થળોએ મારપીટના અહેવાલો આવ્યા હતા. કેટલાક સ્થળોએ ઇવીએમ મશીન બગડી ગયા હોવાની ફરિયાદો પણ મળી હતી. જો કે ચૂંટણસ પંચ દ્વારા ઇવીએમ મશીન બદલીને મતદાન શ‚ કરાવ્યુ હતુ. સપાએ ભાજપની વિ‚દ્ઘ ફરિયાદો કરી હતી. 

સપા નેતાઓનું કહેવું હતું કે સપાના મત આપતા ભાજપને મત જાય છે. સૌથી વધુ ચર્ચા છે કરહલ વિધાનસભા સીટની, જયાંથી સપા પ્રમુખ અખિલેશ મેદાનમાં છે. તેઓ પ્રથમવાર વિધાનસભા ચૂંટણી લડી રહયા છે. આ ઉપરાંત બિક‚ કાંડવાળા કાનપુર અને દરોડાથી ચર્ચામાં આવેલા અત્તરના વેપારીવાળા કન્નોજમાં પણ વોટીંગ થયું હતું. 

આ ઉપરાંત અખિલેશના કાકા શિવપાલ, પૂર્વ વિદેશમંત્રી સલમાન ખુરશીદના પત્ની લુઇસ ખુરશીદ, પૂર્વ આઇપીએસ અસીમ અ‚ણ પણ ચર્ચામા રહેલા ચહેરા છે. પંજાબમાં 117 વિધાનસભા સીટો અને ઉત્તર પ્રદેશમાં ચૂંટણીના ત્રીજા તબક્કામાં રાજયના 16 જિલ્લાની 59 સીટો માટે મતદાન પૂર્ણ થઇ ગયું છે. 

પંજાબમાં સાંજે 5 વાગ્યા સુધીમાં 63.44 ટકા મતદાન નોંધાયું છે. રાજયના 5 જિલ્લા એવા છે જયાં મતદારોએ મતદાનમાં બહુ રસ દાખવ્યો નથી. આમાં મતદાન 60 ટકાના આંકને પણ સ્પર્શી શકયું નથી. જો કે રાજયમાં 5 જિલ્લા એવા હતા કે જેમાં મતદાન 70 ટકાને વટાવી ગયું છે. તેમાંથી માનસામાં સૌથી વધુ 73.45 ટકા મતદાન નોંધાયું હતું, જયારે મોહાલી રાજયમાં સૌથી ઓછું 53.10 ટકા મતદાન નોંધાયું છે. બીજી તરફ, નવજોત સિદ્ધુ અને બિક્રમ સિંહ મજીઠિયા જેવા દિગ્ગજ નેતાઓ વચ્ચે જબરજસ્ત લડાઇ ધરાવતી અમૃતસર પૂર્વ બેઠકના મતદારો શ‚આતમાં તેમાંથી કોઇ એકને મત આપવાના મૂડમાં દેખાતા ન હતા. સવારે 9 વાગ્યા સુધી માત્ર 1.10 ટકા અને સવારે 11 વાગ્યા સુધી 7.10 ટકા મતદાન થયું હતું. આ પછી બપોરના 1 વાગ્યા સુધી મતદારોની ઓછી સંખ્યામાં વધારો થયો અને મતદાનની ટકાવારી વધીને 18.60 ટકા થઇ. રાજકીય પંડિતો માનતા હતા કે મતદાતા બેમાંથી કોઇને પણ નારાજ કરવા માંગતા નથી. આથી જ તેમણે મત આપવા કરતાં ઘરે બેસી રહેવાનું વધુ યોગ્ય માન્યુ હતું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here