પંજાબમાં ખેડૂતોએ ૧૫૦૦થી વધુ મોબાઇલ ટાવર્સની તોડફોડ કરી; હજારો મોબાઇલ ઠપ

 

નવી દિલ્હીઃ પંજાબમાં ખેડુતોનું કૃષિ કાયદા વિરુદ્ધ આંદોલન ચાલુ છે. રોષે ભરાયેલા ખેડૂતોએ ૨૪ કલાકમાં ૯૦ મોબાઇલ લાઇવ ટાવર્સને નુકસાન પહોંચાડ્યું છે. જેના કારણે અહીં હજારો મોબાઈલ ફોન અટકી ગયા છે. છેલ્લા બે દિવસમાં પંજાબમાં ખેડૂતોએ ૧૫૦૦ જિઓ મોબાઇલ ટાવરોને નુકસાન પહોંચાડ્યું છે. હવે મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દરસિંહે ટાવરોને નુકસાન કરનારાઓ સામે કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યો છે. આ પછી પણ ખેડૂતો મોબાઈલ ટાવરોને નુકસાન પહોંચાડી રહ્યા છે. સોમવારે ખેડુતોએ જલંધર અને રાજ્યના અન્ય શહેરોમાં સ્થાપિત ૯૦ જિઓ મોબાઇલ ટાવર્સને પણ નિશાન બનાવ્યા હતા. મળતી માહિતી મુજબ, અત્યાર સુધી પંજાબમાં ૧૫૦૦ મોબાઈલ જિઓ ટાવરોને ખેડૂતોએ નુકસાન કર્યું છે. આ સમય દરમિયાન પોલીસને આક્રોશજનક ખેડુતોએ ટાવર ચલાવવા માટે તૈનાત કર્મચારીઓને માર મારવી અને તેમની સાથે દુર્વ્યવહાર કરવાની ફરિયાદો પણ સતત મળી રહી છે. આપને જણાવી દઇએ કે પંજાબમાં જિઓના ૯૦૦૦ મોબાઇલ ટાવર્સ ચલાવવામાં આવી રહ્યા છે. પંજાબના ૧૨૦૦૦ ચોરસ કિલોમીટરથી વધુના વિસ્તારમાં ટેલિકમ્યુનિકેશન/ મોબાઇલ સેવાઓ ખોરવાઈ હતી. ખેડુતો સતત ટાવરોને નુકસાન પહોંચાડી રહ્યા છે. સોમવારે ખેડૂતોએ ૧૬૦૦ મોબાઇલ ટાવરો ચલાવવા માટે વપરાયેલ વાયરને બાળી નાંખ્યા હતા.