પંજાબના મુખ્યપ્રધાન અમરિન્દર સિંધની કોગ્રેસ સરકારે ખેડૂતોનું દેવું માફ કરવાની ઘોષણા કરી હતી. કુલ 1771 કરોડ રૂપિયાનું દેવું માફ કરી દેવાની જાહેરાત કરવામાં આવી હતી. …

0
929
Reuters

પંજાબની કોંગી સરકારે તાજેતરમાં પંજાબના ખેડૂતોનું 1771 કરોડ રૂપિયાનું દેવું માફ કરી દેવાની ઘોષણા  કરી હતી. જેને કારણે એક લાખથી વધુ ખેડૂતોને ફાયદો થશે.તેમણે ખેડૂતોને વિનંતી કરી હતી કે,તેઓ કીટાણુનાશક દવાઓનો ઉપયોગ ઓછામાં ઓછો કરે. પાણીનું સંરક્ષણ કરવાની બધાની જવાબદારી છે. તેમણે કહયું હતું કે, આપણે પાણીનો બચાવ અને યોગ્ય ઉપયોગ કરતાં શીખવું જોઈએ. તેમણે પોતાની ઈઝરાયેલ મુલાકાતનું ઉદાહરણ આપતાં જણાવ્યું હતું કે, ઈઝરાયેલમાં પણ આપણા કરતા વધુ પાણીની અછત છે, પરંતુ તેઓ ઉત્તમ પ્રકારની ખેતી કરે છે. આપણે  તેમની પાસેથી શીખવું જોઈએ અને ખેતી માટે આધુનિક પધ્ધતિઓ અપનાવવી જોઈએ