ન્યૂ યોર્કના જાણીતા મીડિયાકર્મી, ચિત્રકાર મનોજ વ્યાસનું દુ:ખદ અવસાન

ન્યૂ યોર્કસ્થિત કલાકાર મનોજ વ્યાસનું ગત તા. 20 ઓક્ટોબર 2023 ના રોજ વહેલી સવારે અવસાન થયું છે. તેમનું છેલ્લું પેઇન્ટિંગ પ્રદર્શન ન્યૂ યોર્ક આર્ટ એક્સ્પો 2023માં માર્ચ-એપ્રિલમાં મેનહટનમાં પિઅર 36 ખાતે યોજાયું હતું. મનોજ વ્યાસ ભારતીય અમેરિકન સમુદાયમાં જાણીતા વ્યક્તિ હતા અને તેઓ સમુદાયના અનેક કાર્યક્રમોમાં હાજર રહેતા હતા. તેઓ 1980ના દાયકામાં ભારત વિદેશ સહિત ભારતીય અમેરિકન સમાચાર માધ્યમોનો પણ ભાગ હતા અને છેલ્લે પરીખ વર્લ્ડવાઈડ મીડિયામાં કાર્યરત હતા.
મૂળ ગુજરાતી આ કલાકાર અમેરિકા આવતા પહેલા મુંબઈમાં રહેતા હતા. નાનપણથી જ તેમની મહેચ્છા કલાકાર બનવાની હતી. 6 વર્ષની ઉંમરથી વ્યાસ અનન્ય કળા સર્જન માટે વિવિધ માધ્યમો સાથે પ્રયોગ કરવામાં સક્રિય રહ્યા હતા.
કળા એ તેમનું જીવન બળ હતું જેના માટે તેમણે તેમની નોકરી અને અન્ય જવાબદારીઓ વચ્ચે ઘણા લાંબો સમય ફાળવ્યો હતો તેમના નિકટના મિત્રો અને પરિચિતોએ જણાવ્યું હતું કે, મનોજ હંમેશા અન્યોને મદદ કરવા માટે તૈયાર હતા.
મુંબઈના જે. જે. સ્કુલ ઓફ આર્ટસના પૂર્વ વિદ્યાર્થી વ્યાસે તેમના કલા- કૌશલ્યનો ઉપયોગ કોમર્શિયલ આર્ટિસ્ટ તરીકે ન્યૂઝપેપર આર્ટ રૂમમાં કર્યો હતો મુંબઈમાં જન્મભૂમિ પબ્લિકેશનમાં અને પછી ન્યૂયોર્કમાં. તેમના જીવનકાળ દરમિયાન તેમણે લંડન, રોમ, બાર્સેલોના અને યુરોપના અન્ય શહેરોમાં આર્ટ સેન્ટર અને કલા પ્રદર્શનોની મુલાકાતોએ તેમને પ્રેરણા આપી છે.

ઓઇલ, વોટરકલર, વૂડ, જ્વેલરી અને વિવિધ માધ્યમો સાથે પ્રયોગ કરીને તેમણે 3-ડી આર્ટ બનાવી છે. વ્યાસની એક પેઇન્ટિંગ ‘બાજીરાવ મસ્તાની’ને લોકોએ ખૂબ વખાણ્યું હતું. જે તે જ નામની ફિલ્મ પહેલા બનાવવામાં આવ્યું હતું. તેને પૂર્ણ કરવામાં 8 વર્ષ (1997-2005) લાગ્યા, જે સંપૂર્ણતા પ્રત્યેના તેમના સમર્પણની નિશાની છે.
તેમના પરિવારમાં તેમનાં પત્ની હરિતા વ્યાસ, બહેન ગીતા પટેલ અને ભાઈ પ્રકાશ વ્યાસનો સમાવેશ થાય છે. પરીખ વર્લ્ડવાઈડ મિડિયા સદગત મનોજ વ્યાસને અદબ સાથે શ્રધ્ધાંજલિ અર્પે છે.