ન્યૂયોર્કમાં તસ્લીમાને છેલ્લી ક્ષણે બોલતા અટકાવાઈ

બાંગ્લાદેશમાં જન્મેલી બંગાળી લેખિકા તસ્લીમા નસરીન, ભારતમાં નિર્વાસિત જીવન જીવી રહી છે, આયોજકોએ વિવાદના ડરથી રવિવારે ૩૨માં ન્યૂયોર્ક બંગાળી પુસ્તક મેળામાં એક સિમ્પોઝિયમને સંબોધિત કરવાની મંજૂરી આપી ન હતી.
અમેરિકા સ્થિત બાંગ્લાદેશી ન્યૂઝ વેબસાઈટ દ્વારા અહેવાલમાં જણાવાયું છે કે તસ્લીમા, હાલમાં યુનાઈટેડ સ્ટેટ્સમાં છે, તેણે શનિવારે ન્યૂયોર્ક બંગાળી પુસ્તક મેળાની મુલાકાત લીધી હતી અને ટૂંક સમયમાં જ સેંકડો બંગાળી પુસ્તક પ્રેમીઓથી ઘેરાઈ ગઈ હતી, જેમણે તેના ઓટોગ્રાફ માંગ્યા હતા અને સેલ્ફી માટે પોઝ આપ્યો હતો. મુક્તધારા ફાઉન્ડેશન દ્વારા જમૈકા પરફોર્િંમગ આર્ટસ સેન્ટર ખાતે ૧૪ જુલાઈથી ચાર દિવસીય પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. તસ્લીમાને આમંત્રણ ન હોવા છતાં, તેણે બંગાળી લેખક સિતાંગશુ ગુહા અને અન્ય સ્થાનિક રહેવાસીઓ સહિત તેના સામાન્ય મિત્રોના કહેવાથી મેળામાં આવવાનું નક્કી કર્યું. પુસ્તક મેળાના સંયોજકે તેમને બીજા દિવસે ૨૦ મિનિટ માટે એક પરિસંવાદને સંબોધવા માટે આમંત્રણ આપ્યું હતું, પરંતુ આયોજક સમિતિ પાછળથી તેમને ભાષણ માટે આમંત્રિત કરવા કે નહીં તે અંગે વિભાજિત થઈ ગઈ હતી. આખરે તેમને સેમિનારને સંબોધતા અટકાવવામાં આવ્યા હતા. વેબસાઈટના રિપોર્ટ અનુસાર, બંને પક્ષો વચ્ચે લાંબી ચર્ચા બાદ તસ્લીમાને કહેવામાં આવ્યું કે તેમને સેમિનારને સંબોધિત કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. બાંગ્લાદેશી પત્રકાર હસનુઝ્ઝમાન સાકીએ કહ્યું, ‘આ દુઃખ અને શરમની વાત છે કે બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળમાં પ્રવેશની પરવાનગી નકાર્યા પછી, તસ્લીમાને હવે ન્યૂયોર્કમાં તેના પોતાના દેશના લોકોને સંબોધવાની મંજૂરી આપવામાં આવી નથી’.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here