ન્યૂઝીલેન્ડમાં હવે ઈચ્છા મૃત્યુનો કાયદો લાગુ થઈ ગયો ..

 

  ન્યૂઝીલેન્ડમાં હવે ઈચ્છા – મૃત્યુનો  કાયદો અમલી બની ગયો છે. આ કાનૂન અંતર્ગત, હવે વ્યકતિ પોતાની મરજી મુજબ મોત પામી શકે છે. આ અગાઉ કોલમ્બિયા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, લકઝમબર્ગ, સ્પેન , નેધરલેન્ડ અને સ્વિત્ઝરલેન્ડ જેવા દેશમાં ઈચ્છા મૃત્યુને કાનૂની પરવાનગી પ્રાપ્ત થઈ ચૂકી છે. ન્યૂઝીલેન્ડમાં ફકત એ લોકોને મૃત્યુની પરવાનગી મળસે , જે ટર્મિનલ બિમારીથી પીડાય છે. એનો અર્થ એ છે કે જે લોકો ને થયેલી બિમારીા નાઈલાજ બની ગઈ હોય કે જેઓ છ મહિનામાં મૃત્યુ પામવાના હોય તેવા દર્દીઓને ઈચ્છા મૃત્યુની પરવાનગી  આપવામાં આવશે. 

      ઈચ્છા  મૃત્યુ માટે ન્યૂઝીલેન્ડમાં આોછામાં ઓછી બે ડોકટરાની સંમતિ લેવી અનિવાર્ય છે. આ ઈચ્છા મૃત્યુના કાયદાને લાગુ કરવામાટે ન્યૂઝીલેન્ડમાં જનમત લેવામાં આવ્યો હતો. જેમાં 65 ટકા લોકોએ એની તરફેણમાં મત આપ્યો હતો. ઘણા લોકોએ આ કાનૂન અમલમાં આવ્યા બાદ રાહત અનુભવી હતી. 61 વરસની ઉંમરના સ્ટુઅર્ટ આર્મસ્ટ્રોગ પ્રોસ્ટેટ કેન્સરથી પીડિત છે. જેનો ઈલાજ નથી. તેમણે પોતાનો પ્રતિભાવ આપતાં કહ્યું હતું કે, હવે તેમને કોઈ ચિંતા નથી. ઈચ્છા મૃત્યુમાં દર્દીને પીડા થતી નથી. 

 જોકે ન્યૂઝીલેન્ડમાં અનેક લોકો આ કાનૂનનો વિરોધ પણ કરી રહ્યા છે. તેમનું માનવું એ પ્રકારનું છે કે, ઈચ્છા મૃત્યુને કારણે સમાજના મૂલ્યો તેમજ માનવીનું જીવન પ્રત્યેનું સન્માન ઓછું થઈ જશે. તેમાંય શારિરીક રીતે નબળા લોકો, કે વિકલાંગ લોકેો જયારે તેમના જીવનના અંતિમ દિવસો પસાર કરી રહ્યા હશે ત્યારે તેમની સંભાળ કે દેખભાળ રાખવાનું ઓછું થઈ જશે કે તેમની ઉપેક્ષા કરવામાં આવશે. ઉપરોક્ત કાયદાનું સમર્થન કરતા લોકો કહે છેકે, ઈચ્છા મૃત્યુ એ તો માણસને સન્માન સાથે મરવાનો અધિકાર આપે છે. 

 દેશના સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, દર વરસે આશરે 950 જેટલા લોકો ઈચ્છા મૃત્યુ મેળવવા માટે અરજી કરે છે.