ન્યુ યોર્ક સિટીમાં યોજાયેલી અર્બન દેશી કોન્ફરન્સ એન્ડ કોન્સર્ટને ભવ્ય સફળતા

0
1042
ન્યુ યોર્ક સિટીમાં અર્બન દેશી કોન્ફરન્સ દરમિયાન (ડાબેથી જમણે) મેઘા રાવ, હીબા ઇરશાદ, ત્રિશા સાખુજા-વાલિયા, પ્રિયા દેસાઈ, નરમીન ચૌધરી, એરિયલ પાલિટ્ઝ અને અપર્ણા એ.

ન્યુ યોર્કઃ ન્યુ યોર્ક સિટીમાં મેનહટનમાં ગયા અઠવાડિયે તૃતીય અર્બન દેશી કોન્સર્ટ એન્ડ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અર્બન અને અન્ડરગ્રાઉન્ડ મ્યુઝિકમાં તેજસ્વી ભારતીય-અમેરિકી ટેલેન્ટ દ્વારા પરફોર્મન્સ આપવામાં આવ્યું હતું.

બે દિવસની આ ઇવેન્ટના સહસ્થાપકો મોન્ટી કટારિયા, અભિનવ ચિન્તાકુન્તા અને ચનપ્રીત સિંહે ખુશનુમા માહોલમાં પત્રકાર પરિષદ સંબોધી હતી. ત્યાર બાદ ઇવેન્ટનો આરંભ થયો હતો.

આ કોન્સર્ટ નિહાળવા માટે લગભગ 1500 નાગરિકો હાજર રહ્યા હતા, જ્યારે કોન્ફરન્સમાં 400 મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. પોપ-અપ શોપમાં 450થી વધુ ચાહકોની હાજરી હતી. આ મીટનું સંચાલન સાવન દ્વારા કરવામાં આવ્યું હતું જેને બીફોરયુ મ્યુઝિક દ્વારા સ્પોન્સર કરાયું હતું.

આ મીટની શરૂઆત 29મી માર્ચે ન્યુ યોર્ક યુનિવર્સિટીના કિમેલ સેન્ટરમાં પેનલ ડિસ્કશનની સિરીઝ સાથે થઈ હતી. આ પછીના દિવસે ઇરવિંગ પ્લાઝામાં કોન્સર્ટ યોજાઈ હતી.

મહિલાઓ સંચાલિત પેનલનું સંચાલન બ્રાઉન ગર્લ મેરેઝીનનાં સીઈઓ ત્રિશા સાખુજા-વાલિયાએ કર્યું હતું.
પેનલિસ્ટોમાં ફેશન ડિઝાઇનર-ભૂતપૂર્વ મોડેલ મેઘા રાવ (હોલીચિક), એમી એવોર્ડવિજેતા પત્રકાર નરમીન ચૌધરી (પિક્સ 11), ટાઇમ ઇન્ક.નાં પત્રકાર પ્રિયા દેસાઈ, સાવનના કલાકાર અને રિલેશન્સ મેનેજર હીબા ઇરશાદ, ડિઝાઇનર અપર્ણા એ., ન્યુ યોર્ક સિટીના નાઇટ લાઇફ હેડ એરિયલ પાલીટ્ઝનો સમાવેશ થતો હતો.
આ સિવાય વિવિધ પેનલોમાં ફિલાન્થ્રોફી અને નોનપ્રોફિટ્સ, એન્ટરપ્રીનિયોરશિપ અને સ્ટાર્ટઅપ્સ, મેડ ઇન ન્યુ યોર્કનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

પરફોર્મ કરી રહેલો ધ પ્રોફેક

આ ઉપરાંત હેલ્થ એન્ડ ફિટનેસ, ધ ઓડાઇલ ઇમેજઃ ફિલ્મ એન્ડ ડિજિટલ મિડિયા, ધ યુટ્યુબ ફ્રેન્ઝી વિશે પેનલ હતી. ‘કલાકાર’ પેનલ સાથે ઇવેન્ટ નાઇટ પૂર્ણાહુતિ થઈ હતી, જેમાં વિવિધ કલાકારોએ કોન્સર્ટમાં પરફોર્મન્સ આપ્યું હતું, જેમાં ધ પ્રોફેક, કમલ રાજા, ફતેહ, માસ્ટર ડી, કશીફનો સમાવેશ થતો હતો.

(ડાબેથી જમણે) મેઘા કાલરા, મિલન અમીન, શરદ ભાવનાની ગુરવિન્દર શેરગિલ અને પવન

કલાકારોએ પોતાનાં હિટ ગીતોની કેટલીક પંક્તિઓ રજૂ કરી હતી. શેરગિલની પેનલમાં મેઘા કાલિયા (એનવાયસી ભાંગરાનાં સ્થાપક), શરદ ભાવનાની (ડીજે યુએસએના સીઈઓ), ઇન્ડીકીચના માલિક મિલન અમીન, ગીતકાર પવનનો સમાવેશ થતો હતો.
શેરગિલે ન્યુ યોર્ક પોલીસ ડિપાર્ટમેન્ટ માટે કામ કરવાની સમુદાયને વિનંતી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ન્યુ યોર્ક પોલીસ ડિપાર્ટમેન્ટમાં 45 હજાર પોલીસમાંથી ફક્ત 800 સાઉથ એશિયન મૂળના નાગરિકો છે. આપણે સમુદાયમાંથી વધારે લોકો જોડાય તે જરૂરી છે અને રાજકારણમાં પણ જોડાવાની જરૂર છે. ક્વીન્સમાં પણ, આપણામાંના ઘણા અગ્રણીઓ છે, પરંતુ આપણી પાસે ચૂંટાયેલા સત્તાવાળાઓ નથી.

કોન્ફરન્સમાં ડેરી મારડી ચાવીરૂપ વક્તા હતા. તેમણે અર્બન દેશી મ્યુઝિકનો ઇતિહાસ વર્ણવ્યો હતો, જેમાં પોતે જેની પર કામ કરી રહ્યા છે તે ડોકયુમેન્ટરીનું મીની પ્રેઝન્ટેશન થયું હતું. આ ડોક્યુમેન્ટરી અર્બન દેશી યુગને આધારિત છે.
આ કોન્સર્ટમાં અમર સંધુ, પ્રેરણા, ફતેહ, સામિકા, સાવન’ઝ આર્ટિસ્ટ ઓરિજિનલ્સ હિટમેકર્સ રક્સ્ટાર અને ધ પ્રોફેકે પરફોર્મ આપ્યું હતું. ધ બીલ્ઝ એન્ડ કશીફ, અર્જુન, કમલ રાજા, બોહેમિયા, દીપ જાન્દુ, જાઝ ધામીએ પ્રથમ વાર અર્બન દેશી સ્ટેજ પર પરફોર્મન્સ કર્યું હતું. ક્વીન્સના અનિક ખાને આશ્ચર્યજનક રીતે એન્ટ્રી કરી હતી.
(સૌજન્યઃ પરીખ વર્લ્ડવાઇડ મિડિયા)

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here