ન્યુ યોર્ક કેમ્પેન માટે 5,50,000 ડોલર મેળવતા સૂરજ પટેલ

ન્યુ યોર્કઃ ન્યુ યોર્કની ચૂંટણીમાં ઊભા રહેલા ભારતીય અમેરિકન સૂરજ પટેલે 5,50,000 ડોલરનું ભંડોળ એકઠું કર્યું છે. સૂરજ પટેલ 34 વર્ષના છે અને તે રિપબ્લિકન કેરોલીન મેલોની (એનવાય-12, મેનહટન, ક્વીન્સ અને બ્રુકલીન)નો સામનો કરશે. તેમને ચૂંટણીભંડોળ માટે 5,50,000 ડોલર પ્રાપ્ત થયા છે તેમ ક્વીન્સ કાઉન્ટી પોલિટિક્સના અહેવાલમાં જણાવ્યું છે.
સૂરજ પટેલે જણાવ્યું હતું કે તેઓ પ્રમુખપદની અંતિમ ચૂંટણી પછી ખાસ કરીને નાગરિકોના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા માગે છે. ડોનાલ્ડ ટ્રમ્પ વ્હાઇટ હાઉસમાં છે તેનું કારણ રાજકીય સ્થિરતા છે.

સૂરજ પટેલે 2008 અને 2012માં અમેરિકી પ્રમુખ ઓબામાની પ્રમુખપદની ચૂંટણીમાં કામગીરી કરી હતી. તેઓ 2016માં હિલેરી ક્લિન્ટનના કેમ્પેન એડવાઇઝર હતા. તેમણે ઇન્ડિયાનાપોલિસ, ઇન્ડિયાના મેયર માટે પણ કામ કર્યું હતું.
સૂરજ પટેલનો જન્મ મિસિસિપીમાં થયો હતો અને તેમનો ઉછેર ઇન્ડિયાનામાં થયો હતો. તેમનાં માતાપિતા 1970માં ભારતથી અમેરિકા આવ્યાં હતાં.

સૂરજ પટેલે જણાવ્યું હતું કે આજે મને ગૌરવ છે કે અમારા હોસ્પિટાલિટી બિઝનેસને 14 રાજ્યોમાં ફેલાવવા અને વિકસાવવામાં મહત્ત્વની ભૂમિકા અદા કરી છે, જેના કારણે હજારો નાગરિકોને રોજગારી મળી છે. ન્યુ યોર્ક યુનિવર્સિટીમાં કાયદાનો અભ્યાસ કરતાં અગાઉ સૂરજ પટેલે સ્ટેનફોર્ડમાં પોલિટિકલ સાયન્સનો અભ્યાસ કર્યો હતો અને ત્યાર પછી કાયદાની પદવી મેળવી હતી.

તેમણે કેમ્બ્રિજમાં પબ્લિક પોલિસીમાં અનુસ્નાતકની પદવી મેળવી હતી. ઓબામા ચૂંટાયા પછી તેમની સાથે સૂરજ પટેલે થોડો સમય કામગીરી કરી હતી. સૂરજ પટેલે કહ્યું કે પોતે ચૂંટાશે તો આર્થિક તકો, સામાજિક ન્યાય, ડેમોક્રેટિક રિફોર્મ, ડિપ્લોમસી ફર્સ્ટ જેવા મુદ્દાઓને પ્રાધાન્ય આપશે.