ન્યુ યોર્કસ્થિત વિજ્ઞાની ડો. રાજ શાહ પ્રતિષ્ઠિત ‘પીએમ કુ મેડલ’થી સન્માનિત

ન્યુ યોર્કઃ ન્યુ યોર્કસ્થિત કોહલર ઇન્સ્ટ્રુમેન્ટ કંપનીના ડિરેક્ટર ડો. રાજ શાહને તાજેતરમાં મિનિયાપોલિસમાં ઇન્ટરનેશનલ સોસાયટી ઓફ ટ્રાયબોલોજિસ્ટ્સ એન્ડ લુબ્રિકેશન એન્જિનિયર્સ (એસટીએલઇ) સંસ્થાની વાર્ષિક સભામાં પ્રતિષ્ઠિત પીએમ કુ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
ડો. રાજ શાહ પીએમ કુ મેડલના યુવાન પુરસ્કર્તા છે, જેની સ્થાપના 1978માં થઈ હતી અને તે અપ્રતિમ અને નિઃસ્વાર્થ સિદ્ધિઓ હાંસલ કરવા બદલ એનાયત કરવામાં આવે છે.
અખબારી યાદી મુજબ, ડો. રાજ શાહને નેશનલ લુબ્રિકેટિંગ ગ્રીસ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા તેના પ્રતિષ્ઠિત જોહન એ. બેલાન્ટી સિનિયર મેમોરિયલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ એવોર્ડ વૃદ્ધિ અને વિકાસમાં સહાયરૂપ થવા બદલ અને અદ્ભુત સેવા કરવા બદલ જે તે વ્યક્તિને એનાયત કરવામાં આવે છે.
ડો. રાજ શાહનું એનએલજીઆઇ ઇન્ડિયા ચેપ્ટર દ્વારા આ વર્ષની શરૂઆતમાં પંજાબમાં અમૃતસરમાં તેઓની વાર્ષિક સભામાં સન્માન કરાયું હતું. તેઓ એનએલજીઆઇ ઇન્ટરનેશનલના ફેલો છે. આ ઉપરાંત તેઓ ઇન્ટરનેશનલ સોસાયટી ઓફ ટ્રાયબોલોજિસ્ટ્સ એન્ડ લુબ્રિકેશન એન્જિનિયર્સ (એસટીએલઇ)માં પણ ફેલો છે. તેમને તાજેતરમાં યુકેમાં એનર્જી ઇન્સ્ટિટ્યૂટમાં ફેલોનું ટાઇટલ એનાયત થયું હતું.
તેમણે ગ્રજ્યુએટ એલમની બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં પણ સેવા આપી છે.
ડો. શાહ મેલવિલે, ન્યુ યોર્કમાં પત્ની નીલુ અને પુત્ર કિયાન સાથે વસે છે.